અમદાવાદ : ફિલ્મ પ્રોડ્યુસર યુવતી બની સાઇબર ક્રાઇમનો ભોગ, નકલી Insta એકાઉન્ટ પરથી ગઠિયાઓએ કર્યુ ચોંકાવનારૂં કામ

અમદાવાદ : ફિલ્મ પ્રોડ્યુસર યુવતી બની સાઇબર ક્રાઇમનો ભોગ, નકલી Insta એકાઉન્ટ પરથી ગઠિયાઓએ કર્યુ ચોંકાવનારૂં કામ
પ્રતિકાત્મક તસવીર

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, જો તમે તમારા પિક્ચર્સની સિક્યોરિટી નહીં રાખો તો આવું થઈ શકે

  • Share this:
અમદાવાદ: એક ખાનગી ફિલ્મ મીડિયા પ્રોડક્શન હાઉસ (film Media Production House) ધરાવી ફિલ્મ પ્રોડ્યૂસર (Film Producer) તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીના નામે અજાણી વ્યક્તિએ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી (Duplicate Instagram Account) ફિલ્મ પ્રોડ્યુસર યુવતીના ફોટો અપલોડ કરી લોકો સાથે તે યુવતીના નામે વાતો કરી હતી. પ્રોડયુસર યુવતીના સર્કલમાં આરોપીએ રિકવેસ્ટ મોકલી યુવતીના નામે અનેક લોકો સાથે વાતચીત કરી હતી. સાયબર સેલમાં (Cyber cell) આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે.

બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના નવા વાડજમાં રહેતી 30 વર્ષીય યુવતી એક ફિલ્મ મીડિયા હાઉસ ધરાવે છે અને  ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. યુવતીએ સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ યુવતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોવાથી તેના કામકાજની અમુક વિગતો શેર કરવા જુદી-જુદી સોશિયલ મિડીયા સાઈટમાં એકાઉન્ટ ધરાવે છે.આ પણ વાંચો :  રાજકોટ : ત્રણ દીકરીઓના પિતાએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો, 'કર્મભૂમિ જ બની મરણભૂમિ'

ગત સપ્ટેમ્બર માસમાં યુવતીને તેના મિત્ર એ  ફોન કરી જાણ કરી કે તેના નામના અન્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી છે. યુવતીએ આ અંગે તપાસ કરતાં કોઈ અન્ય વ્યક્તિએ તેના નામ અને ફોટોનો ઉપયોગ કરી ઈસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટો અપલોડ કર્યા હતા. આ વ્યક્તિ યુવતીના એકાઉન્ટને પણ ફોલો કરતો હતો.

આ પણ વાંચો : સુરત : બહેનપણી સાથે બદલો લેવા કરેલી કરતૂત ભારે પડી, ફ્રેન્ડની સગાઈ તૂટી, ખુદ પહોંચી જેલમાં

યુવતીએ મિત્ર વર્તુળમાં તપાસ કરતાં આ અજાણી વ્યક્તિએ તેના મિત્રો સાથે તેના નામે ચેટીંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર ઈસ્ટાગ્રામ સંપર્ક દ્વારા કામકાજ બાબતે વાતચીત થતી હોવાથી અજાણી વ્યક્તિએ તેના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી તેની છબીને નુક્સાન પહોંચાડતું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે યુવતીએ અમદાવાદ  સાયબર સેલમાં અરજી આપ્યા બાદ પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:January 30, 2021, 08:56 am

ટૉપ ન્યૂઝ