Ahmedabad crime news:પોલીસએ (police)જપ્ત કરેલા મોબાઈલમાંથી (mobile) અલગ અલગ યુવતીઓ અને આરોપીએ કરેલા મેસેજના 400 જેટલા સ્ક્રીન શોટ્સ (Screen shots) મળી આવ્યા છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં (Ahmedabad city) દરિયાપુર પોલીસે (Dariyapur) લગ્ન વાંચ્છૂક યુવકની કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. આરોપી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર બનાવટી એકાઉન્ટ બનાવીને અલગ અલગ લોકોને રિકવેસ્ટ મોકલતો હતો. અને જુદી જુદી યુવતીઓનાં ફોટો ડાઉનલોડ કરીને પોતે બનાવેલા બનાવટી એકાઉન્ટના (fake account) પ્રોફાઈલ ફોટો (profile photo) તરીકે મૂક્યો હતો. આરોપી દર ચારથી પાંચ દિવસે ફોટો બદલી દેતો હતો.
દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના ફોટોનો ઉપયોગ કરીને કોઈ એ બનાવટી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. જેના આધારે પોલીસ એ તપાસ કરીને વ્યાસ વાડી પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ સોની નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી સોનાના દાગીનામાં ડાયમંડ બેસાડી આપવાનું કામ કરે છે. આરોપી હિતેષ સોનીને યુવતી ઓ સાથે ફ્રેન્ડશીપ કરવી ગમતી હોવાથી અલગ અલગ નામ થી બનાવટી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવતો હતો. અને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી ને યુવતી ઓને મેસેજ કરતો હતો.
જ્યારે અલગ અલગ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી યુવતી ઓનાં ફોટો મેળવી ને પોતે બનાવેલ બનાવટી એકાઉન્ટ ના પ્રોફાઈલ માં તે ફોટો રાખતો હતો. અને દર ચાર થી પાંચ દિવસે જુદી જુદી યુવતી ઓનાં ફોટો બદલતો રહેતો હતો.
પોલીસએ જપ્ત કરેલા મોબાઈલમાંથી અલગ અલગ યુવતીઓ અને આરોપીએ કરેલ મેસેજના 400 જેટલા સ્ક્રીન શોટસ મળી આવ્યા છે. આરોપીના આ ગુના આચરવા પાછળ નો પાછળ નો મુખ્ય ઉદ્દેશ યુવતી ઓ ને ફોલ્લો કરી તેના ફોટો જોવાનો અને મેસેજ કરવાનો હતો.
અને જો કોઈ યુવતી મેસેજમાં જવાબ આપે તો પોતાનો મોબાઈલ નંબર આપીને વાત કરવા માટે જણાવતો હતો. જો કોઈ તેણે પસંદ કરે તો લગ્ન કરવાની પણ ઈચ્છા ધરાવતો હતો. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર