અમદાવાદઃ પોતાની સાચી ઓળખ છૂપાવીને (Fake identification) અનેક યુવતીઓ સાથે લગ્ન કરાવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં પ્રકાશમાં છે. જોકે, આવો વધુ કિસ્સો અમદાવાદમાં (Ahmedabad fraud case) સામે આવ્યો છે. જ્યાં ખોટું નામ ધારણ કરી ત્રીજા લગ્ન કરવા જનાર લંપટ પતિની (fraud husband arrested) વસ્ત્રાપુર પોલીસે (vastrapur police) ધરપકડ કરી છે. આરોપી ત્રીજીવાર લગ્ન કરવા જતાં યુવતીએ પ્રથમ પત્નીને હકીકત જણાવતા પત્નીએ નોંધાઈ હતી ફરિયાદ. યુવક એક નહિ બે નહિ પણ ત્રીજા લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજા લગ્ન (3rd marriage ) કરે તે પહેલાં જ લંપટ પતિનો અસલી ચેહરો સામે આવી ગયો હતો. પહેલી પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ (fraud case) નોંધી ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં રહેતા મૂળ જૂનાગઢના રાધાબહેને લંપટ પતિ રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે 14 ડિસેમ્બર 1999 ના રોજ રાજેશે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેની સાથે લગ્ન કર્યા હતા. 21 વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે. ખોટા ડોક્યુમેન્ટ આધારે 21 વર્ષનો જીવન ગાળો હોવા છતાં લંપટ પતિ રાજેશ ત્રીજી યુવતી સાથે લગ્ન કરવા પ્લાન કરે તે પહેલાં જ પતિ રાજેશનો ફાંડો ભુટ્યો હતો.
લંપટ પતિ રાજેશ થાનકીની અસલી કરતૂતો વાત કર્યે તો ખોટા ડોક્યુમેન્ટ આધારે જૂનાગઢની રાધા નામની યુવતી સાથે 1999માં લગ્ન કર્યા હતા. જે બાદ લંપટ પતિ રાજેશએ ઇન્દોરમાં રહેતી પ્રિયંકા નામની યુવતી જે આરોપી રાજેશના ઉંમરથી 10 વર્ષ નાની યુવતીને ખોટા ડોક્યુમેન્ટ આધારે લગ્ન કરી લીધા હતા. જેમાં રાહુલ દવે નામ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચોઃ-઼
ત્યાર બાદ ત્રીજી યુવતીને ફસવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં જબલપુર રહેતી ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર લંપટ રાજેશ ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો હતો. આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી.
આ પણ વાંચોઃ-
રાધાબહેન એ તપાસ કરી તો પતિના બીજા બે લગ્નનો પણ ભાંડો ફૂટ્યો હતો. જેથી ફરિયાદ નોંધતા ચોકવાનારી ઘણી હક્કીતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં પતિ રાજેશના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું હતું. સાથે પ્રિયંકા રાહુલ દવે નામના ડોક્યુમેન્ટ મળ્યા છે. જે આધારે પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી રહી છે.
પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે પ્રથમ લગ્ન રાજેશ કર્યા બાદ સતત ઘરની બહાર રહેતો હતો. ટ્રાન્સપોર્ટ ના વેપાર ના નામે તે અન્ય યુવતીઓ સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ આંશકા છે કે આરોપી રાજેશ અન્ય ઘણી યુવતીઓ ખોટા ડોક્યુમેન્ટ આધારે પોતાની માયાજાળમાં ફસાવી લગ્ન કર્યા હોઇ શકે છે.