અમદાવાદ : બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ રેકેટ ઝડપાયું, જાણો કેટલા રૂપિયા પડાવતા હતા

અમદાવાદ : બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ રેકેટ ઝડપાયું, જાણો કેટલા રૂપિયા પડાવતા હતા
અમદાવાદ : બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ રેકેટ ઝડપાયું, જાણો કેટલા રૂપિયા પડાવતા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં 39 જેટલા લોકોને આ બન્ને શખ્સોએ બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા હતા

  • Share this:
અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા બે શખ્સોની ધરપકડ કરી ડુપ્લિકેટ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાઇસન્સ પણ કબ્જે કર્યા છે સાથે-સાથે પાંચ આધાર કાર્ડ, 3 પાનકાર્ડ અને બનાવટી લાઇસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ વગરના 20 કાર્ડ, પ્લાસ્ટિક કવર સાથે 85 વ્યક્તિઓના પાસપોર્ટ ફોટો પણ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં 39 જેટલા લોકોને આ બન્ને શખ્સોએ બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપ્યા હતા.

ટૂ વ્હીલર અને LMV કારના લાઇસન્સ બનાવવા માટે 5 હજાર રૂપિયા વસુલ કરતા હતા અને માત્ર ટૂ વ્હીલરના 2500 રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે પહેલા અફસરુલ શેખને એક બનાવટી લાયસન્સ સાથે પકડવામાં આવ્યો. ત્યારબાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મારુફમુલ્લા નામનો આ વ્યક્તિ આ સમગ્ર રેકેટ ચલાવે છે અને આ ડ્રાઇવિંગ લાઇસન્સ 6 હજારમાં બનાવી આપેલું છે.આ પણ વાંચો - રાજયની છ મહાનગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો, કોંગ્રેસના સૂપડાં સાફ, સુરતમાં આપની એન્ટ્રી

પોલીસે ત્યાર બાદ અલગ અલગ ટીમો બનાવી આરોપીના ઘરે તપાસ શરૂ કરી હતી અને પોલીસે સર્ચ કરતા ઘરમાંથી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો સામાન મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હવે પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે આ જ રીતે અન્ય કેટલા લોકોને બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપ્યા છે? અને આધારકાર્ડ કે પાનકાર્ડનો દૂરઉપયોગ ક્યાં ક્યાં કર્યો હતો.

સાથે સાથે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ રેકેટમાં આ લોકો સિવાય અન્ય કેટલા લોકો સામેલ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ હવે rtoની પણ મદદ લઈ શકે છે અને જેમાં અન્ય ખુલાસાઓ સામે આવી શકે છે.
Published by:Ashish Goyal
First published:February 25, 2021, 15:22 pm

ટૉપ ન્યૂઝ