Home /News /madhya-gujarat /

Ahmedabad: પોલીસે બે ચોર મિત્રોને પકડ્યા, ચોરી કરવાની રીત જાણીને પોલીસ પણ માથુ ખંજવાળવા લાગી

Ahmedabad: પોલીસે બે ચોર મિત્રોને પકડ્યા, ચોરી કરવાની રીત જાણીને પોલીસ પણ માથુ ખંજવાળવા લાગી

પકડાયેલા નકલી ડિલિવરી બોય

Ahmedabad news: આરોપી હર્સ બોરવાડિયા અને  વિપુલ આહીર એવા ચોર છે જેમને સોનુ ચાંદી (Gold-Silver) કે કિંમતી વસ્તુઓ નહિ પરંતુ પાર્સલની ચોરી કરી હતી.

અમદાવાદ: અમાદાવાદના (Ahmedabad news) પાલડીમાં ડિલિવરી બોયના (Delivery Boy) પાર્સલની ચોરી (Parcel theft) કરનાર નકલી ડિલિવરી બોય (Fake Delivery Boy) અને તેનો મિત્ર ઝડપાયો છે. 29 પાર્સલની ચોરી કરીને માત્ર કેશ ઓન ડિલિવરી (Cash on delivery) લખેલા પાર્સલ જ ડિલિવરી કરીને પોતે જ પૈસા મેળવી લેતો હતો. આરોપી CCTVમાં કેદ થતા પાલડી પોલીસે (Paladi police) બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી એવા શાતીર છે કે તેઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી (Modus operandi) જાણીને પણ પોલીસને નવાઈ લાગી હતી.

પોલીસે પકડેલા આરોપી હર્સ બોરવાડિયા અને  વિપુલ આહીર એવા ચોર છે જેમને સોનુ ચાંદી કે કિંમતી વસ્તુઓ નહિ પરંતુ પાર્સલની ચોરી કરી હતી. જોકે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ રિદ્ધિ દવે, ડીસ્ટાફ પીએસઆઇ અને અન્ય સ્ટાફની સતર્કતાથી ઝડપાઇ ગયા છે.

ઘટનાની વાત કરીએ તો ગુજરાત કોલેજ નજીક આવેલી ઇકોમ એક્સપ્રેસ પ્રાઇવેટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા વિજય દેસાઈ પાલડીમાં આવેલા સુરદીપ ડુપ્લેક્સ માં પાર્સલ ડિલિવરી માટે ગયા હતા. તેમની પાસે 68 પાર્સલ હતા. જેમાંથી 38 પાર્સલ ડિલિવરી કરી દીધા હતા.

જ્યારે એક પાર્સલ સુરદીપ ડુપ્લેક્સમાં આપવા માટે ગયા ત્યારે આરોપીઓ 29 પાર્સલ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના CCTV માં કેદ થઈ. પાલડી પોલીસે CCTV ફુટેજના આધારે આ બન્ને આરોપીને ઝડપી લીધા હોવાનું પીઆઇ રિદ્ધિ દવેએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

પકડાયેલા આરોપીમાં હર્ષ બોરવાડિયા વેજલપુરનો રહેવાસી છે અને અગાઉ ઝોમેટોમાં નોકરી કરતો હતો. મોજશોખ કરવા માટે આરોપી હર્ષ બોડલીયાએ પોતાના મિત્ર વિપુલ આહીર સાથે મળીને ચોરી નું ષડ્યંત્ર રચ્યું હતું. પરંતુ કોઈના ઘરે નહિ પરંતુ પાર્સલની ડિલિવરી કરવા જતાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ-Chhotaudepur: બૂટલેગરનો એકદમ નવો કીમિયો ફેઈલ! ટ્રેક્ટરના થ્રેસરમાં ચોરખાનામાંથી 2320 બોટલ દારૂ ઝડપાયો

આરોપીઓએ ચોરી કરેલા પાર્સલ જુદા જુદા એડ્રેસ પર ડિલિવરી કરવા ગયા અને ઓન હેન્ડ મળતી રોકડ લઈ લેતા હતા. જ્યારે જે પાર્સલનું પેમેન્ટ ઓનલાઈન થયું હોય તે પાર્સલ કોઈ ગરીબ વ્યક્તિને આપી દેતા હોવાનું ખુલ્યું છે. હાલમાં પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

પાલડી પોલીસે આરોપીએ 29 પાર્સલમાંથી કેટલી ડિલિવરી કરી અને પાર્સલના પૈસા નો શું ઉપયોગ કર્યો તેમજ ઓનલાઇન પેમેન્ટ ના પાર્સલ ક્યાં વિસ્તારમાં ગરીબોને આપ્યા તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन