અમદાવાદ: ક્રાઇમ બ્રાંચના (Crime Branch) અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઇ આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નોકરી (Job) ઈચ્છુક યુવકોને સરકારી નોકરી (Government job) અપાવવાની લાલચ આપી પૈસા મેળવી લઈ નોકરી નહિ આપી ઠગાઇ કરી છે. કારંજ પોલીસે (Karanj police station) ફરિયાદ નોંધી ઠગ આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ ગિરફતમાં રહેલ રવીન્દ્રસિંહ સોલંકી પોતે ક્રાઇમ બ્રાંચનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી નોકરી ઈચ્છુક યુવકો સાથે છેતરપીંડી આચરી છે. આરોપી રવીન્દ્રસિંહને મહંમદકાસીમ વ્હોરા સાથે લાલદરવાજા સરદારબાગમાં મળ્યો હતો. ત્યાં રવીન્દ્રસિંહ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચ ના અધિકારી તરીકે ઓળખ આપી હતી.
અને કહ્યું કે તમારે હોમગાર્ડમાં નોકરી લેવી હોય તો કહેજો. જેથી ફરિયાદી યુવક મહંમદકાસીમ ના પાડી હતી.જે બાદ આરોપી રવીન્દ્રસિંહ ફોન કરી મહંમદકાસીમને કહ્યું હતું કે લાલદરવાજા સેસન્સ કોર્ટમાં પટ્ટાવાળાની બે નોકરી આવી છે જેથી ડોમ્યુમેન્ટ અને બે હજાર રૂપિયા મોકલી દો. આમ કરી 4 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યા હતા. આમ કરી અલગ અલગ નોકરી અપવાના બહાને આરોપી રવીન્દ્રસિંહ 7 જેટલા યુવકો પાસે 42 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેની ફરિયાદ નોંધી આરોપી ધરપકડ કરી દીધી છે.
આરોપી રવીન્દ્રસિંહએ પોલીસની પીસીઆરમાં બે ડ્રાઇવરો તરીકે નોકરી જગ્યા ખાલી પડી હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી મહંમદકાસીમએ મિત્રવર્તુળમાં પણ કહ્યું હતું. જેમાં યુનિફોર્મ, બુટ મોજા અને ટોપી પેટે 2300 રૂપિયા તથા બીજા 2500 રૂપિયા ભરવા પડશે. જેથી પાંચ લોકો પૈસા ભર્યા હતા જે પછી નોકરી શરૂ ક્યારથી કરવાનું પૂછતાં ઉધોગ ભવનનો ખોટો જોઇનિંગ લેટર બનાવી મોકલ્યો હતો.
જે બાદ યુવકો ખબર પડી હતી કે તેમની સાથે છેતરપીંડી થઈ છે. જે બાદ પોલીસે ગુનો નોંધી આરોપી રવીન્દ્રસિંહ ધરપકડ કરી પુછપરછ કરતા મોજશોખ માટે ચિટિંગ કરતો હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલ આરોપી રવીન્દ્રસિંહ મૂળ ધોળકાનો રહેવાસી છે. અને ગ્રામ્ય પોલીસમાં જીઆરડી તરીકે નોકરી કરતો હતો પરતું સસ્પેન્ડ કરી દીધો હતો. જે બાદ ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરી રહ્યો છે.
પણ આરોપી અગાઉ જીઆરડીની નોકરી કરેલ હોવાથી પોલીસ જેવા બુટ અને કપડાં, પોલીસ લખેલી ટોપી પહેરી રોફ જમાવતો હતો. આમ કરી ખોટી ઓળખ આપી નોકરી ઈચ્છુક યુવકો વિશ્વાસ લઈ ચિટિંગ કર્યું છે. કારંજ પોલીસે આરોપી રવીન્દ્રસિંહ રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર