અમદાવાદીઓ ચેતજો, માસ્ક ડ્રાઇવમાં હવે નકલી પોલીસ થઈ છે સક્રિય


Updated: September 14, 2020, 11:44 PM IST
અમદાવાદીઓ ચેતજો, માસ્ક ડ્રાઇવમાં હવે નકલી પોલીસ થઈ છે સક્રિય
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદીઓ માટે ખાસ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદીઓ માટે ખાસ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો માસ્ક ન પહેર્યું હોય અને પોલીસ તમને રોકે તો ચેતી જજો કારણ કે તે અસલી પોલીસ છે કે નકલી તે બાબતે શંકા રહેતી હોય તેવી ઘટના બની રહી છે. કારણ કે આવો જ એક કિસ્સો નરોડા વિસ્તારમાં બન્યો હતો. જેમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા એક યુવકને નકલી પોલીસે આવીને ધમકાવ્યો અને બાદમાં તેના ખીસ્સામાંથી દસ હજાર રોકડા લૂંટી બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જે મામલે નરોડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડા જીઆઇડીસીમાં કામ કરતા વિનોદ કુમાર કોરગુ તેમની જીઆઇડીસી ખાતેની નોકરીમાંથી પગાર લઈ નીકળ્યા હતા. પગારના આ નાણાં તેમણે વતનમાં મોકલવાના હોવાથી તેમના અન્ય સાથી કર્મીઓ સાથે નરોડા ગેલેક્સી સિનેમાની સામે આવેલી બેંકમાં જમા કરાવવા જતા હતા. ત્યારે નરોડા જીઆઇડીસી ગેટ નંબર 1 પાસે ચાલતા જતા હતા ત્યારે બાઇક ઉપર એક શખ્સ આવ્યો હતો. તેણે બાઈક ઉભી રાખી કહ્યું કે તે પોલીસમાં છે માસ્ક કેમ પહેર્યું નથી? તેમ કહી ડરાવી ધમકાવી વિનોદ કુમારના શર્ટના ખીસ્સામાં મુકેલા 10,000 એકદમ હાથ નાખી લૂંટી લીધા હતા.


આ પણ વાંચો - સુરતના હીરા કારખાનાઓમાં કોરોના સંક્રમણ, એચવીકે ડાયમંડમાં 16 રત્ન કલાકારો પોઝિટિવ

બાદમાં તે શખ્સ બાઈક લઈ નરોડાથી ભાગી ગયો હતો. વિનોદભાઈ અને તેની સાથેના લોકોએ બૂમાબૂમ કરી હતી પરંતુ આ શખ્સ ફુલ સ્પીડ બાઇક લઈ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરતા નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી શહેરના અન્ય જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: September 14, 2020, 11:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading