'મારા FB પરથી ફોટા ચોરી મને કોલગર્લ તરીકે બદનામ કરી'

News18 Gujarati
Updated: November 1, 2019, 10:34 PM IST
'મારા FB પરથી ફોટા ચોરી મને કોલગર્લ તરીકે બદનામ કરી'
પ્રતિકાત્મક તસવીર

ફેક એકાઉન્ટ બનાવી કિશોરીને કોલગર્લ તરીકે બદનામ કરનાર આરોપી ઝડપાયો

  • Share this:
રૂત્વિજ સોની, અમદાવાદ: ટેકનોલોજીના વ્યાપની સાથે સાથે સોશીયલ મીડિયાનો વ્યાપ વધતા હવે લોકો જાણે કે પારિવારિક ઝઘડો કે અંગત અદાવતનો બદલો લેવા માટે સોશીયલ મીડિયાનો દુરઉપયોગ કરવા લાગ્યા છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે આજે સાયબર ક્રાઇમમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદ સાયબર ક્રાઇમથી રાજકોટથી ઋષિકેશ દવે નામના આરોપીની ધરપકડ કરી છે. ધોરણ 9 સુધીનો અભ્યાસ કરેલ અને હાલમાં રાજકોટની શેર ટ્રેડીંગની પેઢીમાં રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતાં ઋષિકેશ દવેએ ફેસબુક પર યુવતીઓ સાથે વાતચીત કરવા માટે કોમલ પટેલ નામનું બનાવટી એકાઉન્ટ બનાવ્યું હતું, અને તેમાંથી અલગ અલગ યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો.

આરોપી આ જ રીતે ફરિયાદ કરનાર કિશોરી સાથે પણ ચેટિંગ કરતો હતો. જોકે કિશોરીને શંકા જતા કેટલાક સમયથી તેની સાથે ચેટિંગ કરવાનું બંધ કરી દઇને તેને બ્લોક કરી દીધો હતો.

ત્યારબાદ કિશોરીને પરેશાન કરવા માટે આરોપીએ કોશીરીની ફેસબૂક પ્રોફાઇલમાંથી કિશોરીએ તેની શિક્ષિકા સાથેનો પડાવેલો ફોટો કોપી કરી લીધો. ત્યારબાદ આરોપીએ ભાવિક રાઠોડ નામનું બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું અને આ એકાઉન્ટ ઉપર કિશોરી અને શિક્ષીકાનો ભેગો પડાવેલો ફોટો અપલોડ કરી દઈ તેમાં આ બંને કોલગર્લ છે, તેવું વગેરે વગેરે બીભત્સ લખાણ લખીને બે મોબાઇલ નંબર લખ્યા હતાં.

જોકે, સમગ્ર ઘટનાની જાણ કિશોરી અને શિક્ષિકાને થતાં જ તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરીને આરોપી ઋષિકેશ દવેની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે અન્ય કોઇ યુવતીને પરેશાન કરવાના હેતુથી બીજુ કોઇ બનાવટી એકાઉન્ટ બનાવ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर