ફેક્ટરીઓ છોડી રહી છે કેમિકલ યુક્ત પાણી, ખેડૂતોએ ફરિયાદ કરી


Updated: December 12, 2019, 6:38 PM IST
ફેક્ટરીઓ છોડી રહી છે કેમિકલ યુક્ત પાણી, ખેડૂતોએ ફરિયાદ કરી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રદુષણની સમસ્યા વધી રહી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રદુષણની સમસ્યા વધી રહી છે. મોર્યા ગામના વિસ્તારમાં 800 જેટલી ફેકટરીઓ છે. જેના કારણે મૌર્યા ગામની 100 હેકટર જમીન બંજર બની ગઇ છે. જોકે તંત્રએ પણ તબેલામાંથી ઘોડા છુટ્યા બાદ તાળા મારવા જેવો ઘાટ સર્જ્યો છે. કારણ કે અમદાવાદના સનાથલથી બાવળા સુધી ઘણી ફેક્ટરીઓ છે અને ફેક્ટરીઓ ઝેર ઓકી રહી છે. જમીન બંજર થઈ ગઈ છે. ખેડુતોની ફરિયાદને લઈ જિલ્લા વિકાસ અધિકારી એક્શનમાં આવ્યા છે.તો રોડ ઓથોરિટીએ ફેકટરીઓને નોટીસ ફટકારી છે.

ખેડૂત મનુભાઈએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેમિકલ પાણી ને કારણે જમીનમાં કોઈ પાક થતો નથી. જમીનના માલિક હતા પરંતુ અત્યારે મજુર બની ગયા છીએ. મજૂરી કરીને ઘર ચલાવવું પડે છે. ખેડૂતોની સમસ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે કેમિકલ યુક્ત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે પ્રમાણેનો પ્લાન બનાવી રહ્યા છીએ.

આ પણ વાંચો - રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, રવી પાકને નુકસાન

મહત્વપૂર્ણ છે કે નેશનલ હાઈવેના રોડની બાજુમાંથી ગટર લાઈન નિકળતી હતી.જેમાં ફેકટરીઓ દ્વારા ગેરકાયદે જોડાણ આપી દીધા હતા. ફેકટરીઓમાંથી રોડની ગટર લાઈનમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. પરંતુ તે ગટર લાઈન બ્લોક થઈ ગઈ અને કેમિકલનુ પાણી ખેડુતોના ખેતરમાં ફરી વળ્યુ હતું. 2004થી ફેકટરીઓનુ પ્રમાણ વધ્યુ અને ધીમે ધીમે પ્રદુષણ વધ્યુ. પ્રદુષણની અસર 2007થી થવા લાગી છે. ફેકટરીઓને અનેક વખત નોટીસ આપી છે પરંતુ આજ દીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જમીન બંજર બની ગયા પછી પ્લાન તૈયાર કરી રહ્યા છે.
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर