IT વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા ફેસલેસ પાયલટ પ્રોજેકટ સમગ્ર દેશમાં લાગુ કરાશે


Updated: August 3, 2020, 9:06 PM IST
IT વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા ફેસલેસ પાયલટ પ્રોજેકટ સમગ્ર દેશમાં લાગુ કરાશે
IT વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા ફેસલેસ પાયલટ પ્રોજેકટ સમગ્ર દેશમાં લાગુ કરાશે

ગત વર્ષે દેશના 8 શહેરમાં આ પ્રોજેકટ શરૂ કરાયો હતો

  • Share this:
અમદાવાદ : આયકર વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા માટે વિભાગ દ્વારા ફેસલેસ પ્રોજેકટનો અમલ શરૂ કરાયો છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલ કામગીરી આજે સફળતા મળતા સમગ્ર દેશમાં લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. પહેલા એસેસમેન્ટ માટે એસેસીને ઇન્કમટેક્સ ઓફિસે આવવું પડતું હતું. હવે ફિઝીકલ આવ્યા વગર જ એસેસમેન્ટ થઈ જશે. દિલ્હીથી જે નોટિસ આવે તેનો ઇમેઇલ થી જવાબ આપવાનો રહેશે. ગત વર્ષે દેશના 8 શહેરમાં આ પ્રોજેકટ શરૂ કરાયો હતો. દેશભરમાં 58319 કેસ ફેસલેસ એસેસમેન્ટના પાયલોટ પ્રોજેકટ અંતર્ગત નોટિસ અપાઇ હતી.

આ અંગે પત્રકારોને માહિતી આપતા આઇ ટી ગુજરાતના પ્રિન્સિપાલ કમિશનર પ્રિતમસિંગે જણાવ્યું હતું કે દેશભરમાં ટૂંક સમયમાં ફેસલેસ એસેસમેન્ટ યોજના અમલ થશે. હાલ દેશમાં 8 શહેરોમાં ફેસલેસ એસેસમેન્ટનો પાયલટ પ્રોજેકટ શરૂ કરાયો હતો. પાયલટ પ્રોજેકટમાં કરદાતાઓ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફેસલેસ પ્રોજેક્ટ અંતર્ગત ઇમેઇલ થી કરદાતાઓને નોટિસ મોકલાશે. જેનો જવાબ નક્કી કરાયેલા દિવસોમાં કરદાતાઓએ ઇમેઇલથી આપવાનો રહેશે. નક્કી કરાયેલ ક્રાઇટેરિયા મુજબ કરદાતાઓને રેન્ડમલી નોટિસ મોકલાશે. મોકલાયેલી નોટિસનો જવાબ ઓનલાઈન આવે ત્યારે 4 અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા તેના પર ચકાસણી કરવામાં આવશે.


આ પણ વાંચો - અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે મંદિરોમાં પ્રાર્થના, સમર્થકો અને કાર્યકર્તાઓમાં ચિંતા

દેશભરમાં ચાલુ વર્ષે 58319 નોટિસ મોકલવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 4666 નોટિસ મોકલવામાં આવી છે. ફેસલેશ એસેસમેન્ટ સિસ્ટમના અમલીકરણથી ઇન્કમટેક્સ વિભાગમાં ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ રહેશે નહીં.
Published by: Ashish Goyal
First published: August 3, 2020, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading