અમદાવાદનો વર ને ઢાકાની લાડીના ફેસબુક પર પાંગરેલા પ્રેમનો અંત

News18 Gujarati
Updated: April 23, 2018, 8:34 PM IST
અમદાવાદનો વર ને ઢાકાની લાડીના ફેસબુક પર પાંગરેલા પ્રેમનો અંત

  • Share this:
જેમ જેમ ઈન્ટરનેટનો વ્યાપ વધતો ગયો, તેની સાથે સોશિયલ મીડિયાનો વ્યાપ પણ વધતો ગયો, તેમાં ભારતમાં ફેસબુક અને વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખુબ પ્રચલિત છે, મોટાભાગે જે પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, તે લોકો ફેસબુક-વોટ્સઅપનો યુઝ તો કરતા જ હશે. આજકાલ ફેસબુક પર ચેટિંગ દરમ્યાન લવ-પ્રેમ-લગ્ન થવાની ઘટનાઓ પણ ઘણી વાર સામે આવે છે. આવી જ એક વધુ ઘટનાની કહાની સામે આવી છે. જેમાં અમદાવાદના યુવક અને બાંગ્લાદેશના ડાકાની યુવતીના ફેસબુક પ્રેમનો આખરે અંત આવ્યો છે.

આજે અમદાવાદ હાઈકોર્ટમાં ફેસબુક પર પાંગરેલા પ્રેમના અંતનો એક કેસ આવ્યો હતો, જેમાં અમદાવાદના યુવકે પોતાની ઢાકાની પ્રેમિકા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. જેને લઈ આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી, આ દરમ્યાન ફરિયાદી વિદેશી યુવતીએ ફરિયાદ રદ કરવાની મંજૂરી આપતા આખરે ફેસબુક પ્રેમનો અંત આવ્યો હતો.

શું હતો મામલો?

એક અમદાવાદનો યુવક અને બાંગ્લાદેશની ઢાકાની યુવતીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પરિચય થયો. રોજ-બરોજ ચેટિંગ બાદ શબ્દોના સૂરથી બંને વચ્ચે પ્રમના તાંતણા બંધાણા, આખરે એક દિવસ બંનેએ હવે સાથે રહેવાનો વિચાર કરી લીધો. યુવતી પોતાનો દેશ છોડી પોતાના પ્રેમી સાથે જિંદગી જીવવાના ઓરતા લઈ અમદાવાદના પ્રેમી પાસે આવી ગઈ.

બંને પ્રેમી પંખીડાઓ પુરી જિંદગી સાતે વિતાવવાના સપના સાથે અમદાવાદમાં જ લીવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યા. શરૂઆતમાં તો બધુ સારૂ ચાલ્યું પરંતુ, કોઈ કારણોસર બંને લગ્ન ના કરી શક્યા. જેને લઈ બંને વચ્ચે તકરાર થવા લાગી. આકરે યુવતીને લાગ્યું કે, તેની સાથે યુવક દ્વારા દગો કરવામાં આવ્યો છે. આ વિચાર સાથે યુવતીએ યુવક વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરી.

યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયા બાદ યુવકે યુવતીની ફરિયાદને હાઈકોર્ટમાં પડકારી અને ફરિયાદ રદ કરવા અરજી કરી. જેને લઈ હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી, જેમાં યુવતીએ કોર્ટમાં પોતાની ફરિયાદ રદ કરવા મંજૂરી આપી દીધી. કોર્ટે યુવતીને પુછ્યું કે, આ ફરિયાદ રદ કરવા કેમ સંમતિ આપી રહ્યા છે? તો યુવતીએ કોર્ટને કહ્યું કે, સાહેબ આ સંબંધમાં હવે કઈ રહ્યું નથી, હું મારા દેશમાં પાછી ફરવા માંગુ છું. જો આ કેસ અહીં પેન્ડિંગ રહે તો મારે વારંવાર કેસની મુદત સમયે ભારત આવવું પડે, જે સંબંધ જ હવે પૂરો થઈ ગયો છે, તો હવે એને લગતું મારે કઈં રાખવું નથી. કોર્ટે યુવતીએ ચેતવી કે, આ ફરિયાદ રદ થયા બાદ તેની આજીજી કોઈ નહીં સાંભળે, તો પણ યુવતીએ કહ્યું કે, મારે મારા દેશમાં મારા ઘરે પાછા જવું છે, જો આ ફરિયાદ રદ થાય તો તે શાંતીથી જઈ શકે. આખરે કોર્ટે યુવતીની વિનંતી માની ફરિયાદ રદ્દ કરી. આ રીતે અમદાવાદના લાડા અને ઢાકાની યુવતીના ફેસબુક પ્રેમનો અંત આવ્યો.
Published by: kiran mehta
First published: April 23, 2018, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading