બેઠકનું લાઇવ કવરેજ : મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે...અને કાકા-ભત્રીજા વચ્ચે બાજી બગડી

બેઠકનું લાઇવ કવરેજ : મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે...અને કાકા-ભત્રીજા વચ્ચે બાજી બગડી
સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલો ડખો આજે ચરમસીમાએ છે. કાકા ભત્રીજા વચ્ચેનું શીત યુધ્ધ આજે સપાટીએ જોવા મળ્યું હતું. સપા સુપ્રીમો મુલાયમસિંહ દ્વારા કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન કરાવાયું. પરંતુ ગણતરીના મિનિટોમાં જ ફરી બંનેએ એકબીજા સામે બાંયો ચડાવી અને જાહેરમાં તૂં તૂં મૈ મૈ... પર ઉતરી આવ્યા.

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલો ડખો આજે ચરમસીમાએ છે. કાકા ભત્રીજા વચ્ચેનું શીત યુધ્ધ આજે સપાટીએ જોવા મળ્યું હતું. સપા સુપ્રીમો મુલાયમસિંહ દ્વારા કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન કરાવાયું. પરંતુ ગણતરીના મિનિટોમાં જ ફરી બંનેએ એકબીજા સામે બાંયો ચડાવી અને જાહેરમાં તૂં તૂં મૈ મૈ... પર ઉતરી આવ્યા.

 • Pradesh18
 • Last Updated:October 24, 2016, 17:07 pm
 • Share this:
  લખનૌ #સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલો ડખો આજે ચરમસીમાએ છે. કાકા ભત્રીજા વચ્ચેનું શીત યુધ્ધ આજે સપાટીએ જોવા મળ્યું હતું. સપા સુપ્રીમો મુલાયમસિંહ દ્વારા કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન કરાવાયું. પરંતુ ગણતરીના મિનિટોમાં જ ફરી બંનેએ એકબીજા સામે બાંયો ચડાવી અને જાહેરમાં તૂં તૂં મૈ મૈ... પર ઉતરી આવ્યા.

  બેઠક પૂર્વે થયેલા સુત્રોચ્ચાર બાદ મુલાયમસિંહે પોતાના ભાષણમાં અખિલેશની ઝાટકણી કાઢી અને શિવપાલને ભાઇ ગણાવ્યા હતા. મુલાયમસિંહે અખિલેશને ટકોર કરી કાકા શિવપાલને ગળે ભેટવા કહ્યું હતું. બંને એકબીજાને ગળે ભેટ્યા પરંતુ થોડી જ વારમાં ફરી પાછા બંને એકબીજા સામે આવી ગયા.  બેઠકમાં બપોર સુધી બધુ બરોબર ચાલતું હતું. અખિલેશ અને શિવપાલ બંને પોતાનું દુખ જાહેરમાં વ્યક્ત કરી ચુક્યા હતા. બેઠક અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હતી. મુલાયમના ભાષણ બાદ અખિલેશ એમની પાસે પહોંચે છે. મુલાયમે અખિલેશને કહ્યું, મુસલમાન દુર થઇ રહ્યા છે. સંભાળો. મને મળવા માટે મોટા મોટા લોકો આવી રહ્યા છે. તે કહી રહ્યા છે કે તે એક પત્ર મોકલ્યો છે. જેના કારણે મુસલમાનો નારાજ છે. પછી અચાનક અખિલેશને ગુસ્સો આવે છે. અખિલેશ ગુસ્સે થઇ જોરથી કહ્યું, મારી વિરૂધ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. અમરસિંહે આશુ મલિકને મારી વિરૂધ્ધ અખબારમાં આર્ટિકલ છપાવ્યો છે.

  જ્યારે આ બધુ થઇ રહ્યું હતું ત્યારે આશું મલિક પણ મંચ પર હતા. પોતાના નામનો ઉલ્લેખ થતાં એમણે સ્પષ્ટતા કરવાનું વિચાર્યું. તે ઉઠ્યા અને અખિલેશને કંઇ કહેવા ઇચ્છ્યું તો અખિલેશ ગુસ્સે થઇ ગયા અને કહ્યું, ખબરદાર તુ વચ્ચે ન આવ.

  અખિલેશને ઉશ્કેરાયેલ જોઇ યુવા સમર્થક સુત્રોચ્ચાર કરવા લાગ્યા. ટોળું આશુ મલિકની તરફ આગળ વધવા લાગી. ધક્કા મુક્કી થવા લાગી અને આશું મલિક જાન બચાવવા માટે ભાગવા લાગ્યા. જો સિક્યુરીટીવાળા આશુને ગાડીમાં ના બેસાડતા તો સ્થિતિ કંઇક અલગ બની હોત.

  આશુ ભાગી જતાં યુવા સમર્થક સુત્રોચ્ચાર કરવા લાગ્યા. ગાળોનો વરસાદ થવા લાગ્યો. આટલું બધુ થયા બાદ પણ એકવાર ફરી મામલો શાંત દેખાવા લાગ્યો. એ સમયે અખિલેશ પિતા મુલાયમસિંહ પાસે પહોંચ્યા અને કહ્યું, પિતાજી આજે મારો જન્મદિવસ છે અને આપે મને શુભેચ્છા આપી નથી. આટલું કહેતાં અખિલેશે મુલાયમને પગે લાગી આર્શીવાદ લીધા. ત્યાર બાદ મુલાયમે કહ્યું, કાકા શિવપાલને પણ પગે લાગ અને આર્શીવાદ લે. અખિલેશે શિવપાલને પગે લાગ્યા. શિવપાલે ગળે લગાવ્યો.

  પરંતુ ફરી બાજી પલટાઇ, અખિલેશે આશુ મલિક અને પત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મારી વિરૂધ્ધ અમરસિંહ દ્વારા ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આટલું કહેતાં જ શિવપાલ આવ્યા અને અખિલેશના આગળથી માઇક લઇ લીધું અને કહેવા લાગ્યા કે, મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે. આવું કંઇ જ નથી, અમરસિંહે આવું કંઇ કર્યું નથી. અખિલેશનું માઇક પડાવી લેવાતાં શિવપાલ અને અખિલેશ વચ્ચે મંચ પર જ તૂં તૂં મૈ મૈ થયું અને છેવટે હાથાપાઇ પર ઉતરી આવ્યા. સિક્યુરીટી જવાનોએ દરમિયાનગીરી કરી છોડાવ્યા. ત્યારબાદ નારાજ અખિલેશ ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયા.
  First published:October 24, 2016, 15:04 pm