અમદાવાદ : દારૂડિયા પતિથી પત્ની અલગ રહેવા લાગી, પ્રેમી પાસેથી 20 હજાર લીધા પછી મુશ્કેલીમાં મૂકાઈ


Updated: January 31, 2020, 12:00 PM IST
અમદાવાદ : દારૂડિયા પતિથી પત્ની અલગ રહેવા લાગી, પ્રેમી પાસેથી 20 હજાર લીધા પછી મુશ્કેલીમાં મૂકાઈ
પ્રતિકાત્મક તસવીર

દારૂડિયા પતિથી કંટાળીને યુવતી એકલી રહેતી હતીપરિચીત વ્યક્તિએ એક યુવકનો સંપર્ક કરાવતા બંને પ્રેમમાં પડ્યા હતા

  • Share this:
અમદાવાદઃ શહેરના એક પોલીસસ્ટેશનમાં પિત પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતા તેના દારૂડિયા પતિથી કંટાળી સંતાનો સાથે રહેવા લાગી હતી. બાદમાં તેણે એક પરિચીતને કોઇ યુવક લગ્ન કરવા માટે ધ્યાનમાં હોય તો બતાવવા કહ્યું હતું. દરમિયાનમાં તેને એક યુવક સાથે પ્રેમ થયો હતો. સંબંધ દરમિયાન પ્રેમી પાસેથી આ મહિલાએ 20 હજાર રૂપિયા લીધા હતા પણ તે પરત ન આપતા પ્રેમીએ ધમકીઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે પતિ પત્ની બંને વચ્ચે સમાધાન થઇ જતા તેઓ પાછા એકબીજા સાથે રહેવા લાગ્યા હતા
.
સૈજપુર બોઘામાં રહેતી 33 વર્ષીય યુવતી પતિ અને પુત્રી સાથે રહે છે. તે કેન્સરના દર્દીઓને લાવવા લઇ જવાનું કામ કરે છે. વર્ષ 2013માં આ યુવતીના લગ્ન થયા હતા અને વર્ષ 2019માં પતિ ખુબ દારૂ પીતો હોવાથી સમાજના નિયમો મુજબ તેની સાથે છુટાછેડા લીધા હતા. બાદમાં જયેશભાઇ નામના વ્યક્તિને આ પરિણીતાએ કહ્યું હતું કે લગ્ન માટે કોઇ ધ્યાનમાં હોય તો કહેજો.

આ પણ વાંચો :  કોરોનાવાયરસનો કહેર : ગુજરાત-ચીનનો વેપાર ઠપ થશે તો 5-6 હજાર કરોડના નુકશાનની ભીતિ

જેથી જયેશભાઇએ આ પરિણીતાનો ભરત સોલંકી નામના યુવક સાથે પરિચય કરાવ્યો હતો. ભરત અને પરિણીતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાનમાં પરિણીતાએ ભરત પાસેથી વીસેક હજાર રૂપિયા લીધા હતા.
પણ બાદમાં પરિણીતાને તેના પતિ સાથે સમાધાન થઇ ગયું હતું અને તે ભરત સાથે હવે લગ્ન કરી શકે તેમ ન હતું. જેથી ભરતે તેની પાસે પૈસાની ઉઘરાણી કરી તેને ધમકી આપી હતી. ભરતે કહ્યું કે રૂપિયા પરત આપી દે, અથવા લગ્ન કરે નહિ તો તે પરિણીતાને સમાજમાં બદનામ કરી નાખશે. આખરે પરિણીતાએ આ ધમકીઓથી કંટાળીને કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: January 31, 2020, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading