Home /News /madhya-gujarat /જયશંકર અને જુગલજી ઠાકોરની જીત, હાઇકોર્ટે કુલ સાતમાંથી ચાર પિટિશન ફગાવી

જયશંકર અને જુગલજી ઠાકોરની જીત, હાઇકોર્ટે કુલ સાતમાંથી ચાર પિટિશન ફગાવી

જયશંકર અને જુગલજી ઠાકોરની જીત, હાઇકોર્ટે કુલ સાતમાંથી ચાર પિટિશન ફગાવી

વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી પિટિશન નો મામલો

  સંજય જોશી, અમદાવાદ ‌: ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી કુલ સાત પિટિશનની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારના વકીલ તરફી રજુઆતો કરવા માં આવી હતી. આ તમામ પિટિશનો હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે કે કેમ તે અંગે હાઇકોર્ટે આજે નિર્ણય લીધો હતો. કુલ સાતમાંથી ચાર પિટિશન હાઈકોર્ટે સ્વીકારી નથી. આ મામલે વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરે રાખી છે.

  આ ચૂંટણીમાં મતદાન અલગ અલગ યોજાયું હોવાથી કાયદાકીય ગૂંચવણો ટાળવા કોંગ્રેસે પરેશ ધાનાણી અને પરાજીત ઉમેદવારો ગૌરવ પંડયા અને ચંદ્રિકાબહેન ચુડાસમા મારફતે કુલ સાત પિટિશનો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી. પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો.

  આ પણ વાંચો - બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલને હાઈકોર્ટે નોટિસ પાઠવી

  ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી હતી. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી હતી. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં એસ. જયશંકરની જીતને પડકારી હતી. બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી હતી અને ત્રીજી પિટિશનમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી હતી.

  આ પિટિશનો એક જ જજ સમક્ષ મૂકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા આ સાતેય પિટિશનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મૂકવામાં આવી અને અરજદારો તરફથી આજે રજુઆતો પુર્ણ થઈ હતી. ગૌરવ પંડયાના વકીલે કોર્ટમાં રજુઆતો કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જીત ને પડકારતી ઈલેકશન પિટિશનમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓ અને અવલોકનોનાં આધારે આ પિટિશનો પર સુનાવણી કરવા રજુઆત કરી હતી.. વકીલે કોર્ટમાં એવી પણ રજુઆતો કરી કે ઇલેક્શન પિટિશન માં અમુક મુદ્દાઓ અંગે આદેશ આપવાની હાઈકોર્ટને વધારાની સત્તા છે. તેથી 2 નોટિફીકેશન ઈસ્યુ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી અને બંનેના વિજય ને પડકારતી અરજી સાંભળવાની સત્તા હાઈકોર્ટને છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: વિદેશ મંત્રી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन