Home /News /madhya-gujarat /અમિત શાહને સહકારિતા મંત્રી બનાવવા પાછળની શું છે 'મોદીનીતિ'?

અમિત શાહને સહકારિતા મંત્રી બનાવવા પાછળની શું છે 'મોદીનીતિ'?

પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ (ફાઇલ તસવીર)

હવે દેશમાં પણ ગુજરાતના સહકાર મોડેલ થકી કો-ઓપરેટિવ સેક્ટરને મજબૂત બનાવવાની વ્યૂહરચના.

    પ્રવિણ પ્રજાપતિ, અમદાવાદ: દેશમાં નવા સહકાર મંત્રાલય (Cooperation ministry)ની રચના કરાઈ છે. એવી અટકળો હતી કે કેબિનેટના વિસ્તરણ પછી આ મંત્રાલયની જવાબદારી કોઈ મંત્રીને સોંપવામાં આવશે, પરંતુ આ જવાબદારી નવા મંત્રીને સોંપવાને બદલે મંત્રાલય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ના હવાલે કરવામાં આવ્યું છે. દાયકાઓ પછી પહેલીવાર એવું બન્યું છે કે દેશના ગૃહ પ્રધાન (Union Home Minister)ને કેટલાક અન્ય મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શાહને સહકારી મંત્રાલય સમજી-વિચારીને આપ્યું છે. જેની પાછળ ઘણા મહત્તવના કારણો છે.

    નવા મિશન પર અમિત શાહ 

    મંત્રીમંડળ વિસ્તરણના એક દિવસ પહેલા જ સહકારી મંત્રાલય બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. શપથ ગ્રહણના બીજા જ દિવસે જાહેરાત કરવામાં આવી કે ગૃહ પ્રધાન અમિત શાહ નવા મંત્રાલયની જવાબદારી સંભાળશે. વડાપ્રધાને અમિત શાહને આ મંત્રાલય માટે કેમ પસંદ કર્યા તેની પાછળનું વિશેષ કારણ છે. સામાન્ય રીતે ગૃહ પ્રધાનને બીજો ચાર્જ આપવામાં આવતો નથી, પરંતુ અમિત શાહને સહકારી મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહને આ મંત્રાલય માટે પસંદ કરવાનું વિશેષ કારણ શું છે?

    સહકારમાં ચાલશે હવે "શાહ"નીતિ 

    ખરેખર, સહકારી મંડળીઓની પહોંચ ગામડે ગામડે છે અને આ મંડળીઓના સંગઠનમાં સુધારો કરીને, સરકાર સહકારીના લાભોને ગરીબો સુધી પહોંચાડવા માંગે છે. તેથી જ લાંબા અનુભવ ધરાવતા અમિત શાહને આ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સમૃદ્ધિથી સહકારીના સૂત્ર થકી ગામડાના છેલ્લા માણસને સહકારીનો લાભ કેવી રીતે મળે તેની નીતિ બનાવાશે.

    આ પણ વાંચો: Cabinet Reshuffle : અમિત શાહને ગૃહ સાથે સહકાર ખાતું સોંપાયું, માંડવીયા બન્યા દેશના નવા સ્વાસ્થ્ય મંંત્રી

    હવે દેશના સહકારી સેકટરને મળશે શાહના અનુભવનો લાભ 

    દેશભરમાં ચાલી રહેલી સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક અલગ સહકાર મંત્રાલય બનાવાયું છે. એક અલગ વહીવટ, કાનૂની અને નીતિ માળખું બનાવાશે. મોદીના આ વિશેષ મિશનની જવાબદારી સહકારી માળખાના માસ્ટર અને વ્યૂહરચનામાં માહિર ગણાતા શાહને સોંપવામાં આવી છે. અમિત શાહને આ મંત્રાલયનો હવાલો સોંપવા પાછળનો ઉદ્દેશ સહકારી ક્ષેત્રને ફરી જીવંત કરવાનો છે. અમિત શાહ પાસે સહકારી ક્ષેત્રે કામ કરવાનો લાંબો અનુભવ છે. અમિત શાહ ગુજરાતના રાજકારણમાં હતા ત્યારે તેમણે સહકારી ક્ષેત્રમાં પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો અને નફો કમાવવાના નવા રેકોર્ડ પણ બનાવ્યો હતો. સહકારી ક્ષેત્રે શાહનું ગુજરાત મોડેલ આ કારણોસર ચર્ચામાં રહ્યું છે.

    આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેર, 100% વેક્સીનેશન...સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને આ પડકારો પાર કરવા પડશે

    સહકારિતામાં શાહનું ગુજરાત મોડલ

    અમિત શાહ 36 વર્ષની વયે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ બન્યા. તે સમયે એડીસીબી એટલે કે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના સૌથી યુવા ચેરમેન હતા. અમિત શાહે તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન બેંકનું 20 કરોડ 28 લાખનું નુકસાન પૂર્ણ કર્યું હતું. અને બેંકને ન માત્ર નુકસાનમાંથી બહાર કાઢી પણ તે જ વર્ષે બેંકે 6 કરોડ 60 લાખનો નફો પણ કરાવ્યો હતો. દેશમાં ચાલતી ઘણી સહકારી બેંકો કાં તો ભ્રષ્ટાચારનો શિકાર છે અથવા તો નુકસાનમાં છે. આવી બેંકોને ફરીથી પાટા પર લાવવાની જવાબદારી હવે શાહના શિરે છે. અમિત શાહને સહકારી ક્ષેત્રનો લાંબો અનુભવ છે, ગુજરાતમાં તેમણે ઘણી ડૂબતી સહકારી બેંકોને પુનર્જીવિત કરી છે, શાહના આ અનુભવનો દેશના સહકારી ક્ષેત્રને મોટો ફાયદો થઈ શકે છે.

    આ પણ વાંચો: SBI સેલેરી એકાઉન્ટ: અમર્યાદિત ATM ટ્રાન્ઝેક્શન, 30 લાખનો વીમો, બે મહિનાનો એડવાન્સ પગાર સહિત અનેક ફાયદા

    દેશના સહકારિતાના રાજકારણ પણ થશે અસર?

    અલગ સહકારી મંત્રાલયથી સહકારી મંડળીઓની રચનામાં સુધારણા કરવામાં આવશે. જોકે, આ મંત્રાલયની રચના રાજકીય પક્ષો પર દબાણ પણ વધારી શકે છે. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસની સહકારી મંડળીઓ પર સારી પકડ છે. આવી સ્થિતિમાં, અલગ સહકારી મંત્રાલય સાથે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી શકે છે. મહારાષ્ટ્રમાં સહકારી મંડળીઓ કોંગ્રેસ અને એનસીપીના કબજામાં છે, નવા સહકારી મંત્રાલય કોંગ્રેસ અને એનસીપીના સહકારી રાજકારણને અસર કરી શકે છે. જલ શક્તિના નામે મોદી સરકારે પહેલેથી જ એક નવું મંત્રાલય બનાવ્યું છે. હવે નવું મંત્રાલય દેશભરની સહકારી મંડળીઓના સમારકામનું કામ કરશે.


    " isDesktop="true" id="1112621" >


    સહકારી સેક્ટર થકી ગામડાઓ સુધી પહોંચવાની રણનીતિ 

    દેશમાં રચાયેલી સહકારી મંડળીઓને મજબૂત કરવા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં આવા વિભાગો છે, પરંતુ અત્યાર સુધી કેન્દ્ર સરકારના સ્તરે સહકારી ક્ષેત્ર માટે કોઈ અલગ મંત્રાલય નહોતું. દેશમાં સહકારી મંડળીઓ દ્વારા ગામડા, ગરીબ અને ખેડુતોને લાભ આપવા માટે બનાવવામાં આવેલું આ મંત્રાલય ઘણું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંત્રાલયનું મહત્તવ કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય જેવું જ હશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amit shah, Cooperative ministry, નરેન્દ્ર મોદી, પીએમ