રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવી ઉતાવળ ભર્યો નિર્ણય? શું કહે છે Expert Opinion

રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવી ઉતાવળ ભર્યો નિર્ણય? શું કહે છે Expert Opinion
પ્રાથમિક શાળાના વર્ગો શરૂ કરવા અંગે એક્સપર્ટ તબીબનો મત

Opinion : રાજ્યમાં કોરોના વેક્સિનેશન (Corona vaccination) વચ્ચે શાળાઓ ખોલવાનો નિર્ણય કેટલો યોગ્ય, જાણો શું કહે છે જાણકારોનો મત

  • Share this:
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Gujarat Local Body Polls) લઈ દરેક પક્ષોમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. અને આ પ્રચારમાં કોરોનાની ગાઈડલાઈન (corona guidelines) જાણે અભેરાઈએ મુકાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને ચૂંટણી બાદ કોરોનાના કેસો વધવાની ચિંતા તબીબી નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે તેવામાં હાલમાં પ્રાથમિક શાળામાં (Reopening of Primary schools) ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનું પગલું ઉતાવળ્યું હોવાનો મત નિષ્ણાતો જણાવી રહ્યા છે. હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

જોકે, આ નિર્ણય પર ફેર વિચારણા કરવાની જરુર હોવાની અને આ વર્ગો શરૂ કરવાની હજુ રાહ જોવાની જરૂર છે તેવું નિષ્ણાતો માંની રહ્યા છે. જાણીતા સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ આ મુદ્દે જણાવે છે કે 'કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા લોકોમાં તેનો ભય ઓછો થઈ ગયો છે અને તેના કારણે કોઈ જ ગાઈડલાઈનનું પાલન કરવામાં લોકો ઢીલાશ વર્તી રહ્યા છે.'આ પણ વાંચો :    Gold Price today : સોનાની ટોચની કિંમત કરતાં અત્યારસુધીમાં 8,800 રૂપિયાનો ઘટાડો, જાણો આજના ભાવ

'બીજીબાજુ હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની રેલીઓ હોય કે સભાઓ હોય ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે વારંવાર હાથ ધોવાની વાત બાજુ પર મુકાઈ ગઈ છે. પરંતુ આ લોકોએ ભૂલવું જોઈએ નહીં કે હજુ કોરોના ગયો નથી. નિયમોનું પાલન થશે તો જ કોરોના થી દુર રહી શકીશું.'

'બીજુ કે છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાના કેસો આવવાના શરૂ થઈ ગયા છે. અને ચૂંટણી બાદ આ કેસો વધવાની શકયતા છે તેવામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ કરવામાં રાહ જોવી જોઈએ. ચૂંટણી બાદ 15 કે 20 દિવસ રાહ જોઈ કોરોનાના કેસની સ્થિતિ નો તાગ મેળવવો જોઈએ. ત્યાં સુધીમાં વેકસીનેશનની (Corona Vaccination drive in Gujarat) કામગીરી થઈ ગઈ હશે.

આ પણ વાંચો :  સીએમ રૂપાણીની મદદ ન ભૂલ્યો આ નાનો ભૂલકો, હૉસ્પિટલ પહોંચી ગયો ખબર પૂછવા

લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી ગઈ હશે. ત્યારબાદ પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8 ના વર્ગો શરૂ કરવા જોઈએ. મ્યુનિસિપલ શાળાના એક શિક્ષકએ જણાવ્યું કે હાલ આમ પણ શાળાઓના શિક્ષકો ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા છે. અને શાળાઓ પણ મતદાન પ્રક્રિયા માટે ફળવાઈ છે. તેવામાં એમ પણ શાળાઓમાં શિક્ષણ કામગીરી શક્ય બનવાની નથી. તો પછી શાળાઓ શરૂ કરવામાં ઉતાવળ કેમ કરવામાં આવી રહી છે તે સમજાતું નથી.
Published by:Jay Mishra
First published:February 16, 2021, 14:55 pm

ટૉપ ન્યૂઝ