અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કોરોનાની આ ખતરનાક લહેર 15 મે સુધી ઘાતક રહેશે

અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કોરોનાની આ ખતરનાક લહેર 15 મે સુધી ઘાતક રહેશે
અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કોરોનાની આ ખતરનાક લહેર 15 મે સુધી ઘાતક રહેશે

રાજ્યમાં કોરોના વાયરસનો સ્ટ્રેન વધુ ઘાતક જોવા મળી રહ્યો છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસનો સ્ટ્રેન વધુ ઘાતક જોવા મળી રહ્યો છે. જોકે આ ક્યાં મ્યૂટેશન વાળો વાયરસ છે તે રિસર્ચનો વિષય હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. જોકે આ વાયરસ ખૂબ ઘાતક છે અને તેની ઘાતકતા આગામી 15 મે સુધી રહે તેવી શકયતા છે અને ત્યારબાદ તેના કેસોમાં ઘટાડો થાય તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે. પાછલા વર્ષે પણ કોરોનાના કેસ એકાએક વધ્યા ત્યારબાદ તેના કેસમાં ઘટાડો થવા લાગ્યો હતો. જેના આધારે નિષ્ણાંતો આ અનુમાન લગાવી રહ્યા છે.

કોરોનાના નવો સ્ટ્રેનનો દેશ ભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. ડબલ મ્યૂટેશન બાદ હવે ટ્રિપલ મ્યૂટેશન વાયરસનો કહેર પણ સામે આવ્યો છે. ડોકટર્સ માની રહ્યા છે કે ભારતમાં યુ. કે. સ્ટ્રેન વ્યાપક પ્રમાણમાં પ્રસર્યો છે. ત્યારબાદ ભારતમાં એક જ વાયરસમાં ડબલ મ્યૂટેશન જોવા મળ્યા હતા. જોકે હવે બે દિવસ પહેલા રિસર્ચ સામે આવ્યું જેમાં એક જ વાયરસમાં ટ્રિપલ મ્યુટેશન જોવા મળ્યા છે. આ પ્રકારના વાયરસનું એક રિસર્ચ સામે આવ્યું છે કે તમે રસી લીધેલી હોય છતાં તમારામાં તે ઈન્ફેકશન ફેલાવી શકે છે. આ વાયરસનું ટ્રાન્સમિશન પણ વધુ છે અને લંગ્સ પર પણ બહુ અસર કરે છે. હાલ માં આ ટ્રિપલ મ્યુટેશન બંગાળમાં જોવા મળ્યો છે.આ પણ વાંચો - કોરોનાની મહામારીમાં સેવા યજ્ઞ, અમદાવાદના આ વિસ્તારોમાં નમો ટિફિન સેવા શરૂ કરવામાં આવી

કોરોના વાયરસના સંક્રમણથી બચવા તમામ ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. જાણીતા સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે ટ્રિપલ મ્યૂટેશન વાયરસ પર રિસર્ચ હજુ ચાલુ છે. ટ્રીપલ મ્યૂટેશન ક્યાં ક્યાં સ્ટ્રેનનું મિશ્રણ છે તે નિષ્ણાતો માટે રિસર્ચનો વિષય છે. હાલ ગુજરાતમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ઉપર પણ રિસર્ચ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ડબલ મ્યૂટેશન વાયરસ પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આખા પરિવારને સંક્રમિત કરી રહ્યો છે.

આ નવા સ્ટ્રેનમાં પહેલા લક્ષણો હતા તેની સાથે ડાયરિયા, બોડી પેઈન, વીકનેસ પણ જોવા મળી રહ્યા છે. આગામી 15 મે સુધી આ વાયરસની લહેર પીક પર રહે તેવી શકયતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. મહત્વનું છે કે કોરોનાના વધતા કેસોની સંખ્યાને જોતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. જોકે કોરોના સામે લડવામાં આરોગ્ય વિભાગના આયોજન સાથે લોકોનો નિયમોના પાલનનો સહકાર પણ એટલો જ આવશ્યક છે.
Published by:Ashish Goyal
First published:April 22, 2021, 15:22 pm

ટૉપ ન્યૂઝ