એકસપર્ટ ઓપિનિયન: અમદાવાદમાં corona સામે લડવા લોકો દ્વારા 15 દિવસનું સ્વયંભુ lockdown જરૂરી

એકસપર્ટ ઓપિનિયન: અમદાવાદમાં corona સામે લડવા લોકો દ્વારા 15 દિવસનું સ્વયંભુ lockdown જરૂરી
પ્રતિકાત્મક તસવીર

રહીશો સ્વયંભુ 15 દિવસ સુધી લોકડાઉન રાખશે તો અને માસ્ક, સોશિયલ ડિસ્ટનસના નિયમોનું પાલન કરશે તો આ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવી શકાશે.

  • Share this:
અમદાવાદ: દિવાળીના તહેવાર (Diwali festival) બાદ હવે અમદાવાદમાં કોરોનાના કેસ (Ahmedabad corona update) તીવ્ર ગતિએ વધ્યા છે. અને આ વધતા કેસોની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા પેહલા રાત્રી કર્ફ્યૂની (Night Curfew) જાહેરાત કરી અને ત્યારબાદ થોડીવારમાં 60 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી. તેનાથી જ ખ્યાલ આવે છે કે કોરોનાના કેસનો (corona case) આંક વધી રહ્યો છે.

આ પરિસ્થિતિમાંથી બહાર આવવા તંત્રએ આ ગંભીરતા દાખવી છે. જોકે અમદાવાદના તબીબી (Doctors) નિષ્ણાતો અને પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યો છે કે સરકારનું આ પગલું તો આવકાર દાયક છે. પરંતુ કોરોનાના આ બીજા રાઉન્ડમાં જનતા સરકારને સાથ આપે અને 60 કલાકના આ કર્ફ્યૂ બાદ જનતા સ્વયંભુ 15 દિવસ લોકડાઉન (lockdown) પાળે તો કોરોનાની આ પરિસ્થિતિ માંથી ઝડપથી બહાર આવી શકાશે.



શિયાળાની શરૂઆત (winter start) સાથે કોરોનાની બીજી લહેર રાજ્યમાં જોવા મળી રહી છે. અને અમદાવાદમાં કોરોનાના વધતા કેસોને કારણે ઘણી હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે. આ સ્થિતિને જોતા અમદાવાદના તંત્ર દ્વારા શુક્રવાર રાત 9 વાગ્યા થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે.  માત્ર અમદાવાદ જ નહીં અન્ય મોટા શહેરોમાં પણ કોરોનાના કેસ વકરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલ જણાવે છે કે દિવાળીના તહેવારમાં લોકોની બેદરકારીના લીધે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. પહેલા તંત્ર દ્વારા રાત્રે કર્ફ્યૂની જાહેરાત કરી ત્યારબાદ 60 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી અને 23 નવેમ્બરથી શરૂ થતી શાળાના નિર્ણયને મોકૂફ રાખ્યો આ તમામ પગલાં આવકાર દાયક છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટ્રેક ક્રોસ કરતા સમયે રેલવે લાઈનમાં ફસાઈ સાડી, ટ્રેન સાથે ખેચાઈ જતા મહિલા ટીચર કમકમાટી ભર્યું મોત

સરકારે તો કોરોનાને કાબુમાં લેવા શક્ય પગલાં લીધા છે પરંતુ હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આ 60 કલાકના કર્ફ્યૂ બાદ અલગ અલગ વિસ્તારમાં સોસાયટીના રહીશો પોતાને ત્યાંની સ્થિતિ ને જોઈને સ્વયંભુ 15 દિવસ સુધી લોકડાઉન રાખશે તો અને માસ્ક, સોશિયલ ડિસ્ટનસના નિયમોનું પાલન કરશે તો આ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવી શકાશે.



એટલું જ નહીં લોકોએ અફવાઓ થી દુર રહી કોરના સામેની લડાઈમાં સરકારને સહકાર આપવો જોઈએ. તો બીજીતરફ શિક્ષકો જણાવી રહ્યા છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ધોરણ 9થી 12ની શાળા શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો તે જરૂરી હતું.
Published by:ankit patel
First published:November 20, 2020, 16:56 pm