અમદાવાદઃ ઉત્તરાયણે ચોરીનો live video, સીજી રોડ ઉપર 'THE GOLDEN TIME' શો-રૂમમાંથી લાખોની મોંઘીદાટ ઘડિયાળોની ચોરી

અમદાવાદઃ ઉત્તરાયણે ચોરીનો live video, સીજી રોડ ઉપર 'THE GOLDEN TIME' શો-રૂમમાંથી લાખોની મોંઘીદાટ ઘડિયાળોની ચોરી
સીસીટીવી પરથી તસવીર

સીસીટીવીમાં કેદ તસ્કરોની હરકતો જોતા પોલીસને આશંકા છે કે આરોપીઓએ અગાઉ રેકી કરી હોય શકે છે.

  • Share this:
અમદાવાદઃ શહેર પોલીસ માટે નવુ વર્ષ (New Year 2021) જાણે કે એક પડકાર લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે નવા વર્ષની શરૂઆતથી જ અમદાવાદમાં ચોરી લૂંટ અને હત્યાના બનાવો સામે આવ્યા છે ત્યારે શહેરની એક ઓળખ બની ચૂકેલા એવા સીજી રોડ (C.G.Road) પરથી ઉત્તરાયણની (Uttarayan) સવારે આશરે 7 વાગ્યાની આસપાસ તસ્કરો લાખો રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળો (Expensive watches) ચોરીને ફરાર થઈ ગયા છે.

મળતી માહિતી પ્રમાણે શહેરના સી.જી રોડ પર આવેલ the golden time નામના ઘડિયાળના શોરૂમમાંથી લાખો રૂપિયાની ઘડિયાળની ચોરી થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. તસ્કરોએ ઉતરાયણની રજાનો લાભ લઈને ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.લગભગ પાંચ જેટલા તસ્કરો શો રૂમના શટર પાસે આવે છે. અને એક આરોપી ચાદર થઈ જાણેકે પોતાની કરતૂતોને કોઈ જોઈના જાય તેમ આડી રાખે છે. અને બીજા તસ્કરો ગણતરીની મિનિટોમાં શટરનું લોક તોડી નાખે છે. જેમાંથી એક આરોપી દુકાનમાં પ્રવેશ કરે છે. અને મોંઘીદાટ ઘડિયાળોને ટાર્ગેટ બનાવી ચોરી કરી ફરાર થઈ જાય છે.

આ પણ વાંચોઃ-

જો કે બે દિવસ રજા બાદ આજે જ્યારે સ્ટાફ શો રૂમ ખોલવા માટે આવતા જ શટર તૂટેલું જોયું હતું અને દુકાન નો સમાન વેર વિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આશરે રૂપિયા 25 લાખ ની ઘડિયાળ ની ચોરી થઈ છે.

આ પણ વાંચોઃ-

જે અંગે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સી સી ટી વીમાં કેદ તસ્કરોની હરકતો જોતા પોલીસને આશંકા છે કે આરોપીઓએ અગાઉ રેકી કરી હોય શકે છે. કારણ કે એક જ  આરોપી શો રૂમ માં પ્રવેશ કરે છે. અને જ્યાં મોંઘીદાટ ઘડિયાળો પડી છે તે જ જગ્યા પર પહોંચીને ગણતરીની મિનિટોમાં ચોરી કરી પલાયન થઈ જાય છે.સમગ્ર ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી, ડોગ સ્કોર્ડની મદદ લઈને આરોપીઓ સુધી પહોંચવા માટે ના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે આરોપીઓ કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે તે જોવું રહ્યું.
Published by:ankit patel
First published:January 16, 2021, 20:42 pm

ટૉપ ન્યૂઝ