અમદાવાદઃ 'ના બેન્ડ બાજા, ના બારાત' કોરોનામાં ફેશન ડિઝાઈનરની દશા બેઠી, મોંઘાદાટ કોસ્ચ્યૂમ બન્યા ઘર જમાઈ


Updated: May 28, 2020, 7:01 PM IST
અમદાવાદઃ 'ના બેન્ડ બાજા, ના બારાત' કોરોનામાં ફેશન ડિઝાઈનરની દશા બેઠી, મોંઘાદાટ કોસ્ચ્યૂમ બન્યા ઘર જમાઈ
ફાઈલ તસવીર

એક અંદાજ મુજબ એકલા અમદાવાદમાં જ 25 હજારના બુકિંગની સાથે 22 હજાર જેટલાં લગ્નો કેન્સલ થઈ ગયા છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ અને દુનિયામાં રોજઘાર ધંધા ઠપ થયા છે. ત્યારે કોરોનાની અસર અમદાવાદમાં ચાલતા તમામ વ્યવસાય ઉપર પડી છે. કોરોનાની અસર અમદાવાદના ડિઝાઈનર્સ ઉપર પણ પડી છે. લગ્નો કેન્સલ થવાના કારણે ડિઝાઈનર્સે (Designers) બનાવેલા મોંઘાદાટ કોસ્ચ્યૂમ ઘરે પડી રહ્યા છે. જેના પગલે ડિઝાઈનર્સોમાં ચિંતા ફેલાઈ છે.

ના બેન્ડ બાજા ના બારાત કે પછીના મોંઘાદાટ કોસ્ચ્યૂમ અમદાવાદના (Ahmedabad) જે ડિઝાઈનર્સ પાસે લગ્નનાં કોસ્ચ્યૂમ બુક હતા તે તમામ હાલ ડિઝાઈનર માટે ઘર જમાઈ બની ગયા છે. કારણ કે અમદાવાદમાં નક્કી કરેલાં લગ્નમાં 80 ટકા લગ્ન કોરોના વાયરસનાને (coronavirus) કારણે કેન્સલ થઈ ગયા છે. જેને કારણે અમદાવાદના ફેશન ડિઝાઈનર ચિંતામાં છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં સરકારી તબીબોએ માનવતા નેવે મૂકી! એક ડોક્ટરની બદલીના કારણે 11 તબીબોએ દર્દીઓની સારવાર છોડી

આવા જ એક છે ધ્રુવી શાહ અમદાવાદમાં ફેશન ડિઝાઈનિંગનું (Fashion designing) કામ કરતાં ધ્રુવી શાહ નારણપુરામાં બીજલ ફેબ્રિક નામનું બૂટિક ચલાવે છે. આ વર્ષે માર્ચ એપ્રિલ અને મે મહિનામાં લગ્નની સિઝનમાં હોવાથી ધ્રુવીએ ઘણા ઓર્ડર લીધા હતા. જેમાં લગ્ન માટે અલગ, ગણેશ સ્થાપન માટે અલગ અને રિસેપ્શન માટે અલગ કોસ્ચ્યૂમ લોકોએ કસ્ટમાઈઝ કરાવ્યા હતા. પરંતુ કોરોના કાળા કહેરને કારણે મોટા ભાગના વેડિંગ કેન્સલ થઈ ગયા એટલે કોસ્યુયમ રહી ગયા ફેશન ડિઝાઈનરના ઘરે અને બની ગયા ઘર જમાઈ. હવે ધ્રુવીનો આઈડિયા છે કે જો હજી પણ કોરોના રહ્યો તો તેઓ હવે કોસ્ચ્યૂમને મેચિંગ માસ્ક પણ બનાવશે.

આ પણ વાંચોઃ-સુરતમાં આવતા લોકો સાવધાન! હાથ પર મારેલા ક્વૉરન્ટીનના સિક્કાથી ચામડી બળી ગઈ

અમદાવાદમાં 22 હજાર લગ્ન કેન્સલમાનવ મંદિરમાં રહેતાં રશ્મિ છાજેરની પરિસ્થિતિ કંઈક આવી જ છે. ફેશન ડિઝાઈનર રશ્મી છાજેર 6 દરજી પાસે ડિઝાઇનિંગનું કામ કરાવે છે. તેઓ વેડિંગ માટે groom માટે શેરવાણી અને કોસ્ચ્યૂમ સીવે છે. આ વર્ષે તો ટ્રેન્ડને ધ્યાનમાં રાખતાં અલગ અલગ પ્રકારનાં કોસ્યુયમ પણ તેમણે સીવ્યા હતા. પરંતુ કોરોનાને કારણેના તો ટ્રેન્ડ કામ લાગ્યો કે ના તો ફેશન. એટલું જ નહિ આ વર્ષે ખાટલા વર્ક કરતા લોકડાઉનમાં અનેક કારીગરોને અસર થઈ છે.

આ પણ વાંચોઃ-કોરોનાની દહેશત વચ્ચે આ જગ્યાએ ટપોટપ મરી રહ્યા છે ચામાચીડિયાં, લોકોમાં ભયનો માહોલ

પંડિતોને લગ્ન કરાવવામાં કોરોના નડ્યો એક અંદાજ મુજબ એકલા અમદાવાદમાં જ 25 હજારના બુકિંગની સાથે 22 હજાર જેટલાં લગ્નો કેન્સલ થઈ ગયા છે. અને જે લગ્ન થઈ ગયા છે તેમાં વિધી કરાવનાર પંડિતનો, પરિવારજનોનો અને ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટનો પ્રશ્ન સામે ઉભો હતો.જેને જેમ તેમ કરીને સોલ્વ કર્યો છે.
First published: May 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading