અમદાવાદ: શહેરમાં કારના કાચ તોડી કિમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ સક્રિય ફરી એક વાત સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ગઇ કાલે કાલુપુર પાંચ કૂવા (kalupur panchkuva) પાસે પુત્રને પિતા માટે કસરત કરવાની સાઈકલ (Bicycle) 3.50 લાખ રૂપિયામાં પડી છે. વેપારી મિત્રો સાથે સાઈકલ લેવા ગયાને ગઠિયાએ કારના કાચ તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ છે.
દહેગામ (Dahegam) વિસ્તારમાં આવેલ ટેબલા ફળિયામાં રહેતા અને શ્રી બાલાજી નામથી સિમેન્ટ પ્રોડક્ટનો વ્યવસાય કરતા રીતેશ પટેલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં (kalupur police station) ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે રીતેશ તેના પિતા માટે કસરત કરવાની સાઈકલ કેવા માટે કાલુપુર પાંચ કૂવા સાઈકલ બજારમાં કાર લઈને ગયા હતા.
સાઈકલ લેવા માટે તે અને તેમના બે મિત્રો સાથે હુંડાઇ કારમાં ખાડિયા ચાર રસ્તા પાસે પહોંચીને કાર પાર્ક કરી હતી. રીતેશ અને તેના મિત્રો સાઈકલ લઈને બહાર પાર્ક કરેલી કાર પાસે પરત આવીને તેમણે જોયું તો કારનો કાચ તૂટેલો હતો. જેની ફરિયાદી ને કરતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
જેમને ગાડી નો દરવાજો ખોલી ને જોતા રોકડ રકમ ભરેલ બેગ ગાયબ હતી . આમ અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી રીતેશની બેગમાં મૂકેલ 3.પ૦ લાખ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.
બીજી તરફ આ બાબતે કાલુપુર પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાલુપુર પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.