નિત્યાનંદ આશ્રમ : 'પિતાજી, અમે સ્વામીજી સાથે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ'

News18 Gujarati
Updated: November 16, 2019, 3:56 PM IST
નિત્યાનંદ આશ્રમ : 'પિતાજી, અમે સ્વામીજી સાથે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ'
યુવતીની બહેન મા નિત્ય તત્વપ્રિયા આનંદે વીડિયો બહાર પાડી માતાપિતા પર આક્ષેપો કર્યા હતા.

કર્ણાટકથી અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં દીકરીની શોધમાં આવેલા માતાપિતા જોગ સાધવી બહેનોનો વીડિયો સંદેશ. પીડિતા બાદ તેની મોટી બહેને ઇક્વાડોરથી ખાસ વીડિયો સંદેશ આપ્યો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદનાં (Ahmedabad) નિત્યાનંદનાં આશ્રમનો (Nityanand Ashram) ગઇકાલથી વિવાદ વકર્યો છે. નિત્યાનંદનાં અમદાવાદનાં આશ્રમ યોગીની સર્વાંજ્ઞ પીઠમ સામે તમિલનાડુનાં રહેવાસી જનાર્દનભાઇ શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેમની મોટી દીકરીને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી છે. દરમિયાન આશ્રમની સાધક યુવતીએ તૈયાર કરેલો એક વાયરલ વીડિયો બહાર (viral video) બહાર આવ્યો છે. યુવતીએ આ વીડિયોમાં તેના માતાપિતા પર આક્ષેપો કર્યા છે. દરમિયાન યુવતીએ તેના પર બળાત્કાર થયો હોવાના આક્ષેપો કર્યા બાદ તેની મોટી બહેનનો વીડિયો પણ વાઇરલ થયો છે. આ વીડિયોમાં કથિત રીતે ગુમ થયેલી યુવતીની બહેને પોલીસે તેની અમદાવાદના આશ્રમમાં તેની બહેનને ખોટી રીતે હેરાન કરી હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીની મોટી બહેન અને નિત્યાનંદની સાધ્વી મા નિત્ય તત્વપ્રિયા આનંદે જણાવ્યું હતું કે 'અમે અમારી મરજીથી સ્વામીજી સાથે વિશ્વની શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ.'

'મા નિત્ય તત્વપ્રિયા આનંદાના આક્ષેપો'


યુવતીની બહેન મા નિત્ય તત્વપ્રિયા આનંદે વીડિયોમાં આક્ષેપો કર્યા કે ' હું ખુબ દુ:ખી છું. ત્યાં પોલીસ રૂમની બહાર આવી અને મારી બહેનને અડધી રાત્રે હેરાન કરી હતી. મારી બહેનને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પાડી રહી હતી. ખૂબ દુ:ખ સાથે હું લાગણી વ્યક્ત કરી રહું છું.'

આ પણ વાંચો :  નિત્યાનંદ વિવાદનો EXclusive Video : 'માતા સાથે રહેતા એક સંન્યાસીએ મારા પર બળાત્કાર કર્યો'

'અમે પિતાને સતત કીધું છે કે અમે સુંદર જીવન જીવી રહ્યા છે'
મા નિત્ય તત્વપ્રિયા આનંદે જણાવ્યું કે “અમે અમારા પિતાને સતત કહ્યું છે કે અમે સ્વામી જી સાથે ખૂબ જ સુ:ખદ જીવન જીવી રહ્યા છીએ. મારા માતાપિતાએ અને પોલીસ ખૂબ જ બળજબરી કરી છે. અમે માતાપિતાને કહેવા માંગીએ છે કે આનાથી સુંદર જીવન શું હોઈ શકે.”

આ પણ વાંચો :  નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવા મામલે પોલીસે કહ્યું, 'યુવતી તેની મરજીથી પ્રવાસે ગઈ છે'

માતા સાથે રહેતા સંન્યાસીએ મારા પર બળાત્કાર કર્યો : પીડિતા

જ્યારે જે યુવતીની શોઘમાં તેના માતાપિતા અમદાવાદ આશ્રમ આવ્યા હતા તેણે એક વીડિયોમાંહ્યું કે “વિશ્વની એવી કઈ દીકરી હશે જે પોતાની એવી માતા પાસે જવા માંગે જેની સાથે રહેતા એક વ્યક્તિએ તેના પર બળાત્કાર કર્યો હોય. શંકરાનંદા સન્યાસી છે જે અહીંયા આશ્રમમાં હતો તે હવે મારી માતા સાથે રહે છે અને તેણે મારા પર બળાત્કાર કર્યો હતો. મેં તમામ પુરાવા આપ્યા છે. મારૂં જીવન જોખમમાં છે.”

આ પણ વાંચો :  અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી કિશોરી ગુમ, માતા-પિતાને આશ્રમમાં ન જવા દેવાયા
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading