ધંધુકા બ્લાસ્ટનો Video,હવામાં ફૂટબૉલની જેમ ક્લૉરાઇનના બેરલ ફંગોળાયા

News18 Gujarati
Updated: August 2, 2020, 2:45 PM IST
ધંધુકા બ્લાસ્ટનો Video,હવામાં ફૂટબૉલની જેમ ક્લૉરાઇનના બેરલ ફંગોળાયા
બ્લાસ્ટમાં કોઈ વ્યક્તિને જાન હાનિ થઈ નહોતી

ધંધુકા -ફેદરા હાઇવેના હરિપુરાના પાટિયા પાસે દુર્ઘટના ઘટી, બ્લાસ્ટ બાદ કેટલાક લોકોને આંખોમાં બળતરાની ફરિયાદ સામે આવી હતી.

  • Share this:
ધંધુકા : ધંધુકા હાઇવે (Dhandhuka highway) પર ફેદરાના હરિપુરા (Haripura fedra) પાટિયા પાસે આજે એક મોટી દુર્ઘટના થઈ હતી. ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન (Toxic chlorine) ભરીને આવી રહેલા ટ્રકમાં (Blast in truck) ધડાકા સાથે આગ લાગતા હાઇવે પર નાસભાગ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે નજરે જોનારા સૌ કોઈના હોંશ ઉડી ગયા હતા. આ ઘટનાનો (Video of dhandhuka blast) એક્સક્લૂઝિવ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બ્લાસ્ટમાં હવામાં ફૂટબૉલની જેમ બેરલ ફંગોળાતા જોવા મળ્યા હતા.

બનાવની વિગત એવી છે કે ધંધુકાના ફેદરા-તારાપુર હાઇવે પર ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરેલો એક ટ્રક વડોદરા તરફ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અકારણોસર આ ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી.

આ પણ વાંચો :  ધંધુકા : ઝેરી ક્લોરાઇન ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ સાથે આગ, હાઇવે પર નાસભાગ મચી

આગ લાગતાની સાથે જ તરત જ આકાશમાં ગોટેને ગોટા વળવા લાગ્યા હતા. દરમિયાન અનેક વાર આગની જ્વાળાઓમાંથી બ્લાસ્ટના અવાજ આવતા લોકો ડરી ગયા હતા. જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે અનેક વાહનો હાઇવે પર હાજર હતા.આગની જાણ થતા જ ધંધુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ હાઇવે પર દોડી આવી હતી. તેમણે સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે,આસપાસના વાહનોને મોટાપાયે નુકશાનની પણ ભીતિ સર્જાઈ હતી. જોકે, કેટલાક લોકોને આગ અને બ્લાસ્ટની જ્વાળામાંથી ઉઠેલા ધૂમાડાના કારણે આંખમાં બળતરાની ફરિયાદ જોવા મળી હતી.

આ પણ વાંચો :  સુરત : શહેરમાં Coronaની સ્થિતિ ગંભીર? સ્મીમેર હૉસ્પિટલમાં 20,000 લીટર ક્ષમતાની વધુ એક ઑક્સિજન ટેંક મૂકાઈ

ટોક્સિક ક્લોરીન એક પ્રકારનો ગેસ છે, તેના કારણે આંખ અને નાકમાં બળતરા થાય છે. તેની અસર થાય તેણે ભીનું કપડું રાખવું જોઈએ. આ ગેસનો ઉપયોગ ફેક્ટરીમાં ગંદુ પાણી સાફ કરવા માટે થાય છે. જોકે, સમગ્ર ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગેસની અસર ન પ્રસરે તે માટે પણ ધંધુકા ફાયર વિભાગે આકરી જહેમનત ઉઠાવી હતી.
Published by: Jay Mishra
First published: August 2, 2020, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading