Exclusive: અમે બતાવીએ છીએ, અહીં ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ

Haresh Suthar | Pradesh18
Updated: September 30, 2016, 2:40 PM IST
Exclusive: અમે બતાવીએ છીએ, અહીં ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ
રાજ્યમાં દારૂબંધી જાણે ના પુરતી જ છે અને દારૂબંધીના અમલ માટે સરકાર અને પોલીસ માત્ર નાટક જ કરી રહી છે. આ અમે કહેતા નથી પરંતુ અહીં ખુલ્લેઆમ ધમધમી રહેલી દારૂની ભઠ્ઠીઓ કહી રહી છે.

રાજ્યમાં દારૂબંધી જાણે ના પુરતી જ છે અને દારૂબંધીના અમલ માટે સરકાર અને પોલીસ માત્ર નાટક જ કરી રહી છે. આ અમે કહેતા નથી પરંતુ અહીં ખુલ્લેઆમ ધમધમી રહેલી દારૂની ભઠ્ઠીઓ કહી રહી છે.

  • Pradesh18
  • Last Updated: September 30, 2016, 2:40 PM IST
  • Share this:
અમદાવાદ#રાજ્યમાં દારૂબંધી જાણે ના પુરતી જ છે અને દારૂબંધીના અમલ માટે સરકાર અને પોલીસ માત્ર નાટક જ કરી રહી છે. આ અમે કહેતા નથી પરંતુ અહીં ખુલ્લેઆમ ધમધમી રહેલી દારૂની ભઠ્ઠીઓ કહી રહી છે.

અમે અહીં એક એવો મોટો ખુલાસો કરવા જઇ રહ્યા છીએ કે જ્યાં દેશી દારૂ ગાળવાની એક બે ભઠ્ઠીઓ નહીં પરંતુ જાણે કે ભઠ્ઠીઓની ફેક્ટરી હોય એવું દ્રશ્ય છે. સ્થળ પણ કોઇ છેવાડાનું આંતરીયાળ જિલ્લા કે વિસ્તારનું નથી. આ ભઠ્ઠીઓ રાજ્યના આર્થિક અને રાજકીય પાટનગર કહેવા અમદાવાદ અને ગાંધીનગરની હદમાં ખુલ્લેઆમ ચાલી રહી છે.

સાબરમતીનો પટ થયો બદનામ

અમદાવાદ ગાંધીનગરની હદમાં આવેલા ભાટ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીનો પટ જાણે કે દેશી દારૂ ગાળવાનો પરવાનો હોય એવું લાગે છે. પ્રદેશ18 ઇટીવીની ટીમે દેશી દારૂના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

હપ્તારાજ, કોઇ ડર નહીં

સાબરમતી નદીના કોતરોમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જાણે કે આ વિસ્તાર ગુજરાતની સીમામાં ના આવતો હોય એ રીતે બુટલેગરો ખુલ્લેઆમ દારૂ ગાળી રહ્યા છે. પોલીસ કે અન્ય તંત્રનો જાણે કે એમને કોઇ ડર નથી.વધુ એક લઠ્ઠાકાંડની દહેશત

સુરતના લઠ્ઠાકાંડની હજુ કળ વળી નથી ત્યાં અમદાવાદ નજીક ખુલ્લેઆમ ચાલી રહેલી દારૂની ભઠ્ઠીઓ જોતાં એવું લાગી રહ્યું છે વધુ એક લઠ્ઠાકાંડ થવાની તૈયારીઓ થઇ રહી છે.

પોલીસની રહેમ નજર

ખુલ્લેઆમ ધમધમી રહેલી આ દારૂની ભઠ્ઠીઓ જોતાં એવું લાગે છે કે અહીં કોઇ રોકટોક નથી. જાણે કે હપ્તો પહોંચી જતો હશે એટલે એમને પોલીસ કે અન્ય કોઇનો ડર નથી. આ દ્રશ્ય જોયા પછી સવાલ થવો સ્વાભાવિક છે કે શું પોલીસને આ નહીં દેખાતું હોય? પરંતુ હપ્તાની આડમાં સબ કુછ ચલતા હૈ જેવો ઘાટ છે.

બાળકોનો પણ ઉપયોગ

ધમધમી રહેલી દેશી દારૂની આ ભઠ્ઠીઓમાં નાના બાળકોના જીવન પણ હોમાઇ રહ્યા છે. દારૂ ગાળવા માટે બેરલ ઉંચકવાથી લઇને નાના મોટા દરેક કામમાં બાળકોનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

દારૂબંધીનું માત્ર નાટક

સુરતમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સરકાર અને પોલીસ તંત્ર જાણે સફાળું જાગ્યું હતું અને દારૂબંધી માટે નાના મોટા સ્થળોએ દરોડા પાડ્યા હતા. પરંતુ ખુલ્લેઆમ ધમ ધમી રહેલ આ ભઠ્ઠીઓ જોતાં એવું લાગે છે કે જાણે કે દારૂબંધી માટે માત્ર નાટક જ ચાલે છે.

 
First published: September 30, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading