હર્ષ ઠાકોરે મારી પાસેથી ખોટું બોલીને ઇન્જેક્શનનું મટીરીયલ લીધું : નિલેશ લાલીવાળા

હર્ષ ઠાકોરે મારી પાસેથી ખોટું બોલીને ઇન્જેક્શનનું મટીરીયલ લીધું : નિલેશ લાલીવાળા
નીલેશ લાલીવાળાની ફાઇલ તસવીર

કોરોનાના નકલી ઇન્જેક્શન મુદ્દે જેમનું નામ સામે આવ્યું છે તેવા નીલેશ લાલીવાળાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ, લાલીવાળાએ કર્યા ચોંકાવનારા આક્ષેપો

  • Share this:
s'હું નિર્દોષ છું, .હર્ષ ઠાકોર મને ફસાવી રહ્યો છે. મને 6 મહિના પહેલા મળ્યો 9 જુલાઈના દિવસે એણે મારી પાસેથી ઇન્જેક્શનના બોક્સ લીધા કુલ 4 બોક્સ હતા જેની 1 ની કિમંત 1500 એટલે માત્ર 6000 રૂપિયા છે. હર્ષ ઠાકોરે રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગ ને એવું કહ્યું કે તેણે મારી પાસેથી 70 હજાર રૂપિયામાં મટીરીયલ લીધું છે. મને 70 હજાર નથી મળ્યા માત્ર 6000 બિલ વગર લીધા હતા. આ ખુલાસો ખુદ એ વ્યક્તિ એ કર્યો છે જેનું નામ નકલી ઇંજકેશન કૌભાડમાં નામ આવ્યું છે. તેનું નામ છે નીલીશે લાલીવાળા

 હર્ષ ઠાકોરે કહ્યું કે મારે એથલીટ ની તૈયારીઓ કરવી છે એટલે ઇન્જેક્શન જોઈએ છે.આ ખુલાસો નિલેશ લાલી વાળા કર્યો છે જેમને ન્યુ ઝ18 ગુજરાતીને જણાવ્યું છે કે હર્ષ ઠાકોર ની 9 જુલાઈ એ જે ડીલ થઈ તે 3 જી ડીલ  હતી.આ પહેલા તે બે વાર પ્રોટીન રિલેટેડ વસ્તુઓ ખરીદી ચૂક્યો છે. જુલાઈ માં હર્ષ એ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે તેને હું ઇન્જેક્શન લઈ આપુ..આ ઇંજેક્શન સામાન્ય મેડિકલ સ્ટોરમાં નથી મળતા. જે વ્યક્તિ બોડીબિલ્ડિંગ તૈયારીઓ કરતો હોય એવા એથલેટ્સ જ મેળવી શકે છે. હર્ષદ કહ્યું હતું કે હું એથ્લેટ ની તૈયારી કરું છું. આ માટે એથ્લેટની દુનિયામા સારું નામ છે તેવા એક વ્યક્તિ નો રેફરનસ પણ તેમણે આપ્યો હતો. હું તેમનું નામ નહિ આપી શકું. તેમને ન્યુઝ18 ને જણાવ્યું કે તેમને આ ઇન્જેક્શન સુરતના સોહીલ ઈસ્માઈલ પાસેથી મંગાવ્યું હતું જે માલ સપ્લાય કરે છે. હું અને સોહિલ બંને નિર્દોષ છીએ.

આ પણ વાંચો :   BJP હાઇકમાન્ડે CR પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા?

 મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હર્ષ ઠાકોર કોરોના દર્દી માટે ઇન્જેક્શન બનાવશે

વાતચીત કરતાં બીજો સૌથી મોટો ખુલાસો થયો કે હર્ષ ઠાકોર ને  નિલેશ વાળા અને સોહિલ પાસેથી જે મટીરીયલ મળ્યું તેમાં તેણે ચેડા કર્યા અને ગ્રાફિક્સ ની મદદથી તેનું રેપર બદલી કાઢ્યુ. એટલું જ નહીં તેમાં ઇન્જેક્શન નામ ટોસિલીઝૂમેબ લખ્યું. ઇન્જેક્શન માત્ર બોડી બનાવતા લોકો જ વાપરી શકે છે તે કોરોના દર્દી માટે વાપરી શકાય તેવું ક્યારેય વિચાર્યું પણ નહોતું. છતાં મને ફસાવવા એને મારું નામ આપ્યું.

 વૈશ્વિક મહામારી વચ્ચે હર્ષ ઠાકોરે મારો અને મારી માણસાઈ નો ઉપયોગ કર્યો.

ઇન્જેક્શન કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા સાથે રહ્યા છે જેમાં નિલેશ લાલીવાલા જે ખુલાસો કર્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. આ ઇન્જેક્શન કેવી રીતે કોની પાસે ગયુ. તેમાની એક  કડી છે નિલેશ લાલીવાલા અને  સુરત નો સોહિલ ઇસ્માઇલ . માત્ર બિલ વગર તમે એથલીટ ઉપયોગમાં લે તેવું ઇન્જેક્શન આપ્યું હતું એ જ તેમનો વાંક છે આ સિવાય નકલી ઇન્જેક્શન બનાવવામાં તેની કોઇ ભૂમિકા નથી  તેમ તેમણે સ્પષ્ટ જણાવ્યું.

પોલિટિકલ પ્રેશર ને કારણે હર્ષ સાઈડ લાઈન થઈને મને ફસાવવા માંગે છે.

મારા બે બાળકો છે અને પત્ની અને માતા છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં હું મારા પરિવારનો સૌથી પહેલા વિચારું છું. હું એક સામાન્ય માણસ છું અને કર્મમાં માનું છું. હર્ષ ઠાકોર એ  રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગે કહ્યું છે કે 70 હજારમાં તેણે ચાર બોક્સ મારી પાસેથી લીધા છે પરંતુ મારી પાસે કોઈપણ પૈસા આવ્યા નથી. માત્ર છ હજાર રૂપિયાનો રોકડા નો વ્યવહાર થયો છે. મને લાગે છે કે હર્ષ ઠાકોર મારા પર બધું નાખીને છૂટી જવા માંગે છે . આ માટે સુરત ના સોહીલ ને પણ ફસાવવામાં આવી રહ્યો છે.તે પોલિટિકલ પાવર નો ઉપયોગ કરી રહ્યો છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ડ્રગ્સની હેરાફેરીના મોટા નેટવર્ક પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, 35 લાખના માલ સાથે 4 ઝડપાયા

ગુનેગાર ને સજા આપો

કોરોના જેવી વૈશ્વિક મહામારી માં નફો રળવા માટે હર્ષ ઠાકોર એ જે કાર્ય કર્યું તે જરાય સાંખી ના લેવાય. કોરોના પોઝિટિવ દર્દી તરીકે જો મારા પરિવારજનો  સાથે ઇન્જેક્શન ના નામે વિશ્વાસઘાત થાય તો શું થાય. મારા પરિવારને બીજાની જગ્યા એ મૂકીને જોઉં છું એટલે  સમજી શકું છું કે બીજા પર શું વીતે.મારા પર લગાવેલા આરોપ ખોટા છે. હું આખી મેટરમાં નિર્દોષ છું આ માટે હું ઇચ્છું છું કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને કોરોના થી પીડાતા દર્દી સાથે આ દગો કરવા માટે દોષિતને સજા આપવામાં આવે. જેથી આવું અન્ય કોઈ વ્યક્તિ કરતા પહેલા 100 વાર વિચાર કરે.
Published by:Jay Mishra
First published:July 20, 2020, 18:36 pm

ટૉપ ન્યૂઝ