શાહઆલમ હિંસામાં પથ્થરો ઝીલનારા ACPએ કહ્યુ, 'નાની-મોટી ઈજા થતી રહે, ફરજ અગત્યની છે'

News18 Gujarati
Updated: December 20, 2019, 2:39 PM IST
શાહઆલમ હિંસામાં પથ્થરો ઝીલનારા ACPએ કહ્યુ, 'નાની-મોટી ઈજા થતી રહે, ફરજ અગત્યની છે'
એસીપી રાણા.

"ડીસીપી સાહેબ સાથે અમે ટીમમાં ફરજ પર હતા. આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું એ અમારા માટે તાલિમનો એક ભાગ હોય છે."

  • Share this:
અમદાવાદ : ગુરુવારે સાંજે અમદાવાદના શાહઆલમ ખાતે થયેલી હિંસામાં એસીપી રાજપાલસિંહ રાણાને પણ માથામાં પથ્થર વાગ્યો હતો. એસીપી રાણા શાહઆલમ ખાતે ફરજ પર હતા ત્યારે પથ્થરમારા દરમિયાન તેમને પથ્થર વાગ્યો હતો. જોકે, પથ્થર વાગવા છતાં તેઓ ફરજ પરથી હટ્યા ન હતા અને માથા પર રૂમાલ બાંધીને પોતાની ફરજ બજાવી હતી. એસીપી રાણા ઉપરાંત શાહઆલમ ખાતે અનેક પોલીસકર્મીઓ અને ડીસીપી પણ હાજર હતા. ન્યૂઝ18 ગુજરાતીના પ્રણવ પટેલે ઈજા છતાં શુક્રવારે પોતાની ફરજ પર હાજર રહેલા એસીપી રાણા સાથે ખાસ વાતચીત કરી હતી અને શાહઆલમમાં ખરેખરે શું થયું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વાતચીત દરમિયાન રાણાએ જણાવ્યુ હતુ કે, નાની મોટી ઈજા થતી રહે છે, પરંતુ ફરજ અગત્યની છે.

ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીતમાં એસીપી રાણાએ જણાવ્યું કે, "અચાનક પથ્થરમારો થતાં મને અને ડીસીપી સાહેબને વાગ્યું હતું. ડીસીપી સાહેબ સાથે અમે ટીમમાં ફરજ પર હતા. આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું એ અમારા માટે તાલિમનો એક ભાગ હોય છે. અમને તાલિમમાં અનેક વખત કહેવામાં આવે છે કે તમારી જે છબી ઘણો રોલ ભજવે છે. આ છબીને કારણે તમે સામેના લોકોને કાબૂ કરી શકો છો. આવા બનાવો વખતે નાની મોટી ઈજાઓ થતી રહે છે, પરંતુ ફરજ અગત્યની છે. અમારી સાથેના નાના કર્મચારીઓએ પણ તેમની ફરજ સારી રીતે અદા કરી તેનો અમને ગર્વ છે."

આ પણ વાંચો : અમદાવાદ : જામા મસ્જિદના મૌલાનાની અપીલ, 'કાયદો હાથમાં લેવાનો હક્ક કોઈને નથી'

ઈજા છતાં ફરજ પર હાજર

નોંધનીય છે કે એસીપી રાણા તેમજ અન્ય કર્મચારીઓ ઈજા છતાં શુક્રવારે ફરજ પર હાજર રહ્યા હતા. આ મામલે એસીપી રાણાએ કહ્યું હતું કે, ગુરુવારની ઘટનામાં ઘાયલ થયેલા મોટભાગના કર્મચારીઓ ઈજા છતાં આજે ફરજ પર હાજર થઈ ગયા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: છાપીમાં પોલીસને ટાર્ગેટ કર્યાનો વીડિયો સામે આવ્યો, 3022 લોકો સામે ફરિયાદપોલીસની સંખ્યા ઓછી હોવા બાબતે એસીપીએ કહ્યુ હતુ કે, ઘટના બાદ થોડીવારમાં જ બેકઅપ ટીમ પહોંચી ગઈ હતી. જે કર્માચારીઓ બંદોબસ્તમાં હતા તે વેરવિખેર થઈ જવાને કારણે લોકોને કાબૂમાં લેવામાં તકલીફ પડી હતી.

સોશિયલ મીડિયા પર પ્રશંસા

બીજી તરફ અમદાવાદની હિંસાની ઘટના બાદ સોશિયલ મીડિયામાં લોકો એસીપી રાણાની તસવીર શેર કરી રહ્યા છે અને તેમની પ્રશંસા કરી રહ્યા છે. માથામાં પથ્થર વાગ્યો હોવા છતાં ફરજ બજાવતા એસીપીની તસવીરને લોકો પોતાના સોશિયલ એકાઉન્ટ પર મૂકી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ : લોહીલુહાણ છતાં ફરજ નિભાવી રહેલા અધિકારીની તસવીરો વાયરલ
First published: December 20, 2019, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading