Good News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, લૉકડાઉન 2.0માં પેપર ચેકિંગ શરૂ


Updated: May 16, 2020, 11:25 PM IST
Good News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, લૉકડાઉન 2.0માં પેપર ચેકિંગ શરૂ
બોર્ડના પેપરની ચકાસણીમાં સોશિયલ ડિસ્ટન્સીંગની કાળજી લેવામાં આવે છે.

ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના પરિણાના આધારે એડમિશન થતા હોવાથી આ કામગીરી સમયસર સમાપ્ત થવી જરૂરી

  • Share this:
અમદાવાદ -  રાજ્યમાં કોરોના વાયરસના  સંક્રમણના કારણે રાષ્ટ્રીય લૉકડાઉન કાર્યરત છે. આ લૉકડાઉનના પ્રથમ ચરણ બાદ સરકારે બીજા ચરણમાં કેટલાક કામકાજને પુન:કાર્યરત કરવાની કવાયત હાથ ધરી છે. જીવન જરૂરિયાતની આવશ્યક સેવાઓના વેચાણ અને આવનજાવન સાથે રાજ્ય સરકારે અતિ મહત્ત્વપૂર્ણ એવી ધોરણ 10 અને 12ના પેપરની ચકાસણીની પ્રક્રિયાને પણ પુન: કાર્યરત કરી છે.

આજે લૉકડાઉન બાદ ફરીથી બોર્ડ ના પેપર તપાસવાની શરૂઆત કરી છે. જો કે કોરોના ની મહા મારી ને ધ્યાન માં રાખી તંત્ર દ્વારા તમામ પ્રકાર ની તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ શિક્ષકો નું ટેમ્પ્રેચર તપસ્યા બાદ જ તેઓ ને પ્રવેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત પેપર તપાસતી વખતે તમામ શિક્ષકો એ માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અને પેપર તપાસતી વખતે વારંવાર હાથ ધોવા અને સેનેત્રાઇઝ લગાવવા માટે ની પણ સૂચના આપવામાં આવી છે.



આ વખતે પરીક્ષા કોપી તપાસનું કામ 21 માર્ચથી શરૂ થવાનું હતું, પરંતુ લોકડાઉનના ચાલતા કોપીઓનું મુલ્યાંકન કાર્ય ઘણું મોડુ થઈ ગયું છે. એવામાં લોકડાઉનના સમયનો ઉપયોગ 10મા અને 12માના 2 અને 3 માર્ચ સુધી લેવામાં આવેલી પરીક્ષાની કોપીઓનું મુલ્યાંકન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પેપર ચકાસણી વખતે કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું તે તમામ બાબતો ની સૂચના શિક્ષકો ને આપવામાં આવી છે. જ્યારે પેપર ચકાસણી માટે કોરોના સંક્રમિત વિસ્તાર કે કોટ વિસ્તારના શિક્ષકો ને બોલાવવામાં આવ્યા નથી. એટલું જ નહિ આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા શિક્ષકો ના સ્વાસ્થ્ય ની પણ ચકાસણી કરે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત માં કોરોના વાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા બાદ બોર્ડ ના પેપર તપાસવાની કામગીરી થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓના હિત ને ધ્યાન માં રાખી ને આ કામગીરી ફરી થી શરૂ કરવામાં આવી છે.

First published: April 17, 2020, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading