અમદાવાદનો અજબ કિસ્સો : પહેલી પત્નીએ પતિનો ફોટો ફોનમાં મૂકતા બીજી પત્ની સાથે થઈ બબાલ


Updated: July 1, 2020, 8:23 AM IST
અમદાવાદનો અજબ કિસ્સો : પહેલી પત્નીએ પતિનો ફોટો ફોનમાં મૂકતા બીજી પત્ની સાથે થઈ બબાલ
પ્રતિકાત્મક તસવીર

એક જ પતિની બે પત્નીઓનો ઝગડો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના ફતેહવાડીમાં રહેતી એક મહિલાએ અન્ય મહિલા અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. વાત એમ હતી કે ફરિયાદી યુવતીના પતિની પહેલી પત્નીએ ફોનમાં પતિનો ફોટો મુક્યો હતો અને ફરિયાદી મહિલાને બીભત્સ શબ્દો બોલી ધમકી આપી હતી. ફરિયાદી મહિલાથી આ વાત સહન ન થતા તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ એક જ પતિની બે પત્નીઓનો ઝગડો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વેજલપુર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

27 વર્ષીય મુસ્લિમ મહિલા હાલ તેના પરિવાર સાથે રહે છે. તેના વર્ષ 2015માં લગ્ન થયા હતા અને પતિ જમીન લે વેચનો ધંધો કરે છે. તેના પતિની પહેલી પત્ની અને બે બાળકો નારોલ ખાતે રહે છે. ગત 29મીએ આ યુવતી અને તેનો પતિ ઘરે હતા ત્યારે બને વચ્ચે વાતચીત ચાલતી હતી. યુવતીએ તેના પતિને કહ્યું કે, પહેલી પત્નીને કહો કે ,તમારા ફોટો ફોનમાં ન મૂકે અને તે પણ હવે ફોટો નહિ મૂકે. આ વાત બાદ મંગળવારે સાંજે ફરિયાદી યુવતીના પતિની પહેલી પત્નીનો મેસેજ આવ્યો હતો અને કહ્યું કે, તેનો પતિ તેના કરતા વધુ તેને રાખે છે. તેને ફોટો મુકવાની જરૂર નથી દુનિયાને ખબર છે કે, તે મારો આદમી છે, તે જવાન હતો ત્યારે જ તેને લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાને કારણે યુવતી થઇ ક્વૉરન્ટાઇન, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેના ઘરે પહોંચી કર્યું અકલ્પનીય

વધુમાં એવું પણ કહ્યું કે, તેનો પતિ ઉંમરલાયક થયા બાદ તેણીએ લગ્ન કર્યા છે. આટલું કહી આ પહેલી પત્નીએ બીજી પત્નીને ફોટો વીડિયો મુકશે જ તેવી ધમકી આપી જે થાય તે કરી લે તેમ કહી તેને ધમકાવી હતી.

આ પણ જુઓ - 
પતિ ઘરે આવતા જ તેની બીજી પત્નીએ આ ફરિયાદ કરી હતી. બાદમાં બને પતિ પત્ની વેજલપુર પોલીસસ્ટેશન પહોંચ્યા અને ત્યાં યુવતી અને તેના પુત્ર સામે ફરિયાદ આપતા પોલીસે આઇપીસી 507 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: July 1, 2020, 8:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading