અમે ચર્ચા કરીને ટૂંક સમયમાં નિર્ણય લઇશુંઃ ધવલસિંહ ઝાલા

News18 Gujarati
Updated: July 15, 2019, 6:02 PM IST
અમે ચર્ચા કરીને ટૂંક સમયમાં નિર્ણય લઇશુંઃ ધવલસિંહ ઝાલા
પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની તસવીર

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની કોરકમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓબીસી એક્તા મંચના નેતાઓ પણ હાજર હતા.

  • Share this:
મયુર માંકડિયા, અમદાવાદઃ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની કોરકમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓબીસી એક્તા મંચના નેતાઓ પણ હાજર હતા. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતકરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે, તમે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દો. અને ત્યારબાદ અમે બંને ધારાસભ્યોએ અમારા રાજીનામા મુકી દીધા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે અમારો સમાજ અને ગરીબ લોકો અમારા બધુ છે. અમે ક્યારેપણ અમારા ધારાસભ્ય પદને વિશેષ માન્યું જ નથી. કોરકમિટીમાં સર્વાનુમતે કહેવું હતું કે, તમે સત્તામાં રહેલી પાર્ટી સાથે રહીને ગરીબ સમાજનો વિકાસ કરી શકશો અને આપણા સમાજ માટે વિકાસ કરી શકશો.

એટલે ભારતીય જનતા પાર્ટી સાથે વાત કરો અને પાર્ટીમાં જોડાઇને સમાજના વિકાસના કામ કરો. અમે અલ્પેશ ઠાકોર સાથે વાત કરીને જે પણ નિર્ણય હશે એ જનતા સમક્ષ મુકીશું. ભારતીય જનતા પાર્ટીનાજે પણ આગેવાન સાથે વાત કરવાની હશે એ વાત કરીને અમે આગળના નિર્ણયો લઇશું.

તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ઉપર નિર્ણય રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી અમને અલ્પેશ ઠાકોરે માર્ગદર્શન આપ્યું છે ત્યારે બદો મદાર એમના ઉપર રાખવામાં આવ્યો છે. અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાની વાત હતી આગામી જે પણ નિર્ણય લેવાશે એ પણ જણાવીશું.
First published: July 15, 2019, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading