Home /News /madhya-gujarat /અમદાવાદ: સચિવાલયમાં નોકરી કરતી યુવતી મંગેતર સાથે હતી ત્યારે જ પૂર્વ પતિનો મેસેજ આવ્યો, 'મારી સાથે...'

અમદાવાદ: સચિવાલયમાં નોકરી કરતી યુવતી મંગેતર સાથે હતી ત્યારે જ પૂર્વ પતિનો મેસેજ આવ્યો, 'મારી સાથે...'

પ્રતીકાત્મક તસવીર

યુવતીએ વર્ષ 2020માં તેણે નિકોલના એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, લગ્નના એક જ માસ બાદ બંને વચ્ચે અણબનાવ બનતા એકબીજાની મરજીથી છૂટાછેડા લીધા હતા.

અમદાવાદ: ગાંધીનગર સચિવાલય (Gandhinagar Sachivalaya)માં નોકરી કરતી યુવતીએ સાઇબર ક્રાઇમ (Cyber Crime)માં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં કહ્યું છે કે તેના પૂર્વ પતિ (Ex-husband) સાથેના ફોટો કોઈએ ફેક ફેસબુક આઈડી બનાવીને અપલોડ કરી દીધા છે. સાથે જ તેમાં એવો મસેજ પણ મૂકવામાં આવ્યો છે કે, દગો કેમ કર્યો. યુવતી તેના મંગેતર (Fiance) સાથે હતી ત્યારે જ તેના પૂર્વ પતિનો 'દગો કેમ કર્યો' તેવો મેસેજ પણ આવ્યો હતો.

નાના ચિલોડા ખાતે રહેતી 26 વર્ષીય યુવતી ગાંધીનગર સચિવાલયમાં મદદનીશ ઈજનેર તરીકે નોકરી કરે છે. વર્ષ 2020માં તેણે નિકોલના એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના એક જ માસ બાદ બંને વચ્ચે અણબનાવ બનતા એકબીજાની મરજીથી છૂટાછેડા લીધા હતા. બાદમાં આ યુવતી તેના માતાપિતા સાથે રહેવા લાગી હતી. યુવતી અને તેનો પૂર્વ પતિ ક્યારેક મોબાઈલ ફોન પર વાતચીત કરતા હતા. થોડા સમય બાદ આ યુવતીની નરોડાના એક યુવક સાથે સગાઈ નક્કી થઈ હતી.

પહેલા પતિને આ સગાઈની જાણ થતા જ તે યુવતી સાથે વાત કરવા તેણીને મેસેજ કરતો હતો પણ યુવતી વાત કરતી ન હતી. બાદમાં યુવતીના પૂર્વ પતિએ મેસેજ કર્યા હતો કે, તે મારી સાથે આવું કેમ કર્યું? જોકે, યુવતીનો મંગેતર સાથે હોવાથી અને સગાઈ થઈ ગઈ હોવાથી વાત ન કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો:  'તારી સીટી વગાડી દેવી છે, કુપનમાંથી નામ પણ નીકળી જશે,' કળયુગી પુત્રએ પિતાને માર્યો ઢોર માર

જે બાદમાં યુવતીના પૂર્વ પતિએ બીજા દિવસે તેની સગાઈ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. યુવતીના સંબંધી મારફતે જાણવા મળ્યું કે કોઈ ફેસબુક એકાઉન્ટ છે, જેમાં આ યુવતીના અને પૂર્વ પતિના ફોટો છે. આ સાથે જ ફેસબુક પોસ્ટમાં મારી સાથે દગો કેમ કર્યો તેવી પોસ્ટ પણ મૂકવામાં આવી છે. આ મામલે યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 16 વર્ષની કિશોરીની બળાત્કાર બાદ હત્યા, આરોપીઓએ તેના પિતા અને ભત્રીજીની પણ હત્યા કરી નાખી

પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે બાઇક પર જતા પકડી પાડ્યો

બે દિવસ પહેલા બનેલા એક કિસ્સામાં એક મહિલાએ પોતાના પતિને તેની પ્રેમિકા (Lover) સાથે બાઇક પર જતા પકડી પાડ્યો હતો. પત્ની (Wife)એ પતિ (Husband)ની બાઇક રસ્તા વચ્ચે જ રોકાવી હતી અને જાહેરમાં જ જોવા જેવી થઈ હતી.
" isDesktop="true" id="1069581" >

આ દરમિયાન પતિએ પત્નીને ધક્કો માર્યો હતો તો પતિ સાથે રહેલી પ્રેમિકાએ મહિલાને લાત મારી હતી. સાથે જ પતિએ જતાં જતાં એવી ધમકી આપી હતી કે જો આ મામલે ફરિયાદ કરીશે તો જીવથી મારી નાખીશે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Engagement, Extramarital Affair, Husband, Love, Marriage, Sachivalaya, Wife, ગાંધીનગર