કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની 26માંથી 16 બેઠકો જીતશે : ભરતસિંહ સોલંકી

News18 Gujarati
Updated: April 4, 2019, 1:41 PM IST
કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની 26માંથી 16 બેઠકો જીતશે : ભરતસિંહ સોલંકી
બોરસદના સુર્ય મંદિરેથી દર્શન કરી ભરતસિંહ સોલંકી ઉમેદવારી ભરવા નીકળ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ફોર્મ ભરતા પહેલાં આપ્યું મોટું નિવેદન

  • Share this:
પ્રણવ પટેલ, બોરસદ : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી બોરસદના સુર્ય મંદિર દર્શન કરીને ફોર્મ ભરવા માટે પ્રસ્થાન કર્યુ હતું.આજે વિશાળ રેલી સાથે ભરતસિંહ સોલંકી આણંદમાં ફોર્મ ભરવા જવાના છે. ઉલ્લેખની છે કે વડાપ્રધાન મોદી આણંદ બેઠકથી જ ગુજરાતની ચૂંટણી સભાઓનો પ્રારંભ કરવાના છે, ત્યારે આ બેઠકનું મધ્યગુજરાતની રાજનીતિમાં વિશેષ મહત્ત્વ છે. ફોર્મ ભરતા પહેલાં ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં 16 બેઠકો જીતશે.

ભરતસિંહ સોલંકીએ કહ્યું, “ જે પ્રકારે રાહુલજીએ આણંદની સેવા કરવા માટે મને પસંદ કર્યો છે, ત્યારે આણંદની જનતા સાથે ઓતપ્રોત થઈ આણંદના વિકાસને આગળ કઈ રીતે લઈ જવો, દેશમાં જે પ્રકારનું રાહુલજી ઇચ્છી રહ્યાં છીએ તે માટેનો આ પ્રસંગ છે, વડાપ્રધાન મોદી જેમ અન્ય સ્થળોએ પ્રચાર કરવાના છે, તેમ અહીંયા પણ આવશે. જે પ્રકારે જિલ્લા પંચાયત, અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું જે પ્રદર્શન રહ્યું હતું તેને જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસ વિધાનસભામાં 80 બેઠકો જીત્યું એટલે લોકસભામાં 16 બેઠકો કોંગ્રેસ જીતશે. ”

એકબાજુ કોંગ્રેસ રાજ્યમાં તમામ ઉમેદવારો જાહેર કરી શકી નથી ત્યારે બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખને 16 બેઠકો જીતવાનો આશાવાદ છે. કોંગ્રેસે હજુ અમરેલી, ભાવનગર, સાબરકાઠા, ભરૂચ સહિતની બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપે આણંદ બેઠક પરથી મિતેશ પટેલ (બકાભાઈ)ની પસંદગી કરી છે અને વર્તમાન સાંસદ દિલીપ પટેલને પડતા મૂક્યા છે.
First published: April 3, 2019, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading