હાઇકમાન્ડ કહેશે ત્યાંથી ચૂંટણી લડશે, બધા નિર્ણય માથે ચડાવીશઃ અલ્પેશ ઠાકોર

News18 Gujarati
Updated: July 18, 2019, 5:02 PM IST
હાઇકમાન્ડ કહેશે ત્યાંથી ચૂંટણી લડશે, બધા નિર્ણય માથે ચડાવીશઃ અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાા બાદની તસવીર

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાને સ્વીકાર્યું છે. કોંગ્રેસને વારંવાર અપમાન થવા છતાં અને તેમને હવે સુધરશેની રાહ જોઇ હતી.

  • Share this:
મયુર માંકડિયા/પ્રણવ પટેલ, ગાંધીનગરઃ લાંબા સમયથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે એ અટકળોનો હવે અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિવિધત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપનો ખેસ ધારાણ કર્યા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્લામેન્ટરી જે પણ નિર્ણય કરશે એ તમામ નિર્ણયને હું માથે ચડાવીશ.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાને સ્વીકાર્યું છે. કોંગ્રેસને વારંવાર અપમાન થવા છતાં અને તેમને હવે સુધરશેની રાહ જોઇ હતી. પરંતુ વારંવાર કહેવા છતાં અમારા લોકોનું અપમાન કર્યું છે.

ચૂંટણી સમયે લોકો સામે આવી અને ત્યારબાદ ખોવાઇ જવાની વિચારધારા હતી. હું એમની સાથે રહીને મારા સમાજના કામ અને વિકાસ ન કરી શકું.

આ પણ વાંચોઃ-કોંગ્રેસના પૂર્વ MLA અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં નબળા શિક્ષકોની શાળા છોડી છે. કોંગ્રેસમાં જૂથવાદની ચરમસીમા આવી ગઇ હતી. કોંગ્રેસમાં સ્વાસ્થ માટેની રાજનીતિ થાય છે. આ ઉપરાંત હાઇકમાન્ડ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ અને હાઇકમાન્ડ જે પણ નિર્ણય કરશે એ માથે ચડાવીશ એમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.
First published: July 18, 2019, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading