ગુજરાતના 13મા મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન

News18 Gujarati
Updated: October 25, 2019, 2:28 PM IST
ગુજરાતના 13મા મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન
દિલીપ પરીખની ફાઇલ તસવીર

દિલીપ પરીખ 28મી ઑક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 128 દિવસ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત રાજ્યના 13માં મુખ્યમંત્રી (13 th Chief Minister of Gujarat) દિલીપ પરીખ (Dilip Parikh)નું આજે અમદાવાદમાં 82 વર્ષની વયે અવાસન (Death) થયું છે. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતાં પરીખ તેમના ઉત્તરાધિકારી તરીકે રાજપાની સરકારના મુખ્યમંત્રી બન્યા હતા.

દિલીપ પરીખે મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અને પ્લાસ્ટિકના વેપારી પણ હતા. તેઓ 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ રહ્યા. અને પ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા

 શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા

દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. દિલીપ પરીખ પ્લાસ્ટિકના વેપારી પણ હતા. 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ હતા. 1990માં શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : ધનતેરસે જ ત્યજી દેવાયેલી 'લક્ષ્મી' મૃત અવસ્થામાં મળી આવી

28 ઓક્ટોબર,1997ના રોજ દિલીપ પરીખે CMના શપથ લીધાપ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા.શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા દિલીપ પરીખ બાપુ સાથે હતા. શંકરસિંહે રાજીનામુ આપતા દિલીપ પરીખે રાજ્યના 13માં CM બન્યા હતા.

લાંબા સમયથી રાજકારણમાંથી નિષ્ક્રીય હતા

દિલીપ પરીખ ઉંમરના કારણે લાંબા સમયથી રાજકારણમાંથી નિષ્ક્રીય હતા. તેઓ જાહેર જીવનમાં પણ ખાસ જોવા મળતા નહોતા. શંકરસિંહ વાઘેલાએ જનવિકલ્પની સ્થાપના કરી તે સમયે એકાદ વખત તેઓ જોવા મળ્યા હતા અને બાપુને અમારો સહયોગ છે તેવું કહ્યું હતું પરંતુ તેઓ રાજનીતિમાં ક્યાંય સક્રિય નહોતા.
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर