ઉલટી ગંગાઃ PIની પરીક્ષામાં જનરલ કેટેગરી કરતા EWSનું કટ ઓફ ઊંચું જાહેર થયું

ઉલટી ગંગાઃ PIની પરીક્ષામાં જનરલ કેટેગરી કરતા EWSનું કટ ઓફ ઊંચું જાહેર થયું
પ્રતિકાત્મક તસવીર

પોલીસ ઇન્સ્પેકટરની ભરતી માટે જે કટ ઓફ બહાર પાડ્યું જેમાં જનરલ અને EWS કેટેગરી વચ્ચે ખુબ મોટો તફાવત જોવા મળે છે.

 • Share this:
  મયુર માકડિયા, ગાંધીનગરઃ દેશના અનેક રાજ્યોમાં અનેક સમાજ દ્વારા અનામતને લઈને આંદોલન કરવામાં આવી રહ્યા હતા. ત્યારે એ સમાજ સાથે અન્યાય ના થાય અને અનામતનો લાભ ખરેખર ગરીબ લોકોને મળી રહે તેના માટે કેન્દ્ર સરકારે (central government) આર્થીક રીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામત જાહેર કરી હતી. પરંતુ રાજ્ય સરકાર (state government)જાણે કે ગરીબની મજાક કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે.

  થોડા સમય અગાઉ રાજ્ય સરકારે પોલીસ ઇન્સ્પેકટરની (Police Inspector) ભરતી બહાર પાડી હતી જેમાં સરકાર દ્વારા મેરીટ બહાર પાડ્યું તેમાં આર્થીક રીતે નબળા વિધાર્થીને અન્યાય અને માલદાર લોકોના બાળકોને જાણે કે લાભ અપાવવા માગતી હોય એ મુજબનું મેરીટ બહાર પાડવામાં આવ્યું છે. એક તરફ મહિલા શશક્તિકરણની વાતો કરવામાં આવે છે બીજી તરફ આર્થીક રીતે પછત મહિલા સાથે સરકારી નોકરી માટે જ અન્યાય કરવામાં આવતો હોવાનો ઘાટ ઘડાયો છે.  પોલીસ ઇન્સ્પેકટરની ભરતી માટે જે કટ ઓફ બહાર પાડ્યું જેમાં જનરલ અને EWS કેટેગરી વચ્ચે ખુબ મોટો તફાવત જોવા મળે છે. જનરલ કેટેગરી માટે જે કટ ઓફ બહાર પાડવામાં આવ્યું તેમાં જનરલ કેટેગરી માટે ૯૩.૮૧ માર્ક જયારે આર્થીક રીતે પછાત મહિલાઓ માટે ૧૧૯.૭૨ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે. તો એ અગાઉ રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી બહાર પાડવામાં આવી તેમાં પણ આર્થીક રીતે પછાત મહિલા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે કટ ઓફ ૫૧.૮૯ જ્યારે આર્થીક રીતે પછાત મહિલાઓ માટે કટ ઓફ ૬૨.૯૭ રાખવામાં આવ્યું હતું.

  આ પણ વાંચોઃ-HCમાં SSNL સામે વૈકલ્પિક જગ્યા આપવા માટેની દાદ માંગતી પિટિશન દાખલ

  સીધી રીતે જો સમજીએ તો નોકરીમાં આર્થીક રીતે પછત વર્ગના લોકોને પણ નોકરીમાં અનામતનો લાભ મળે તેના માટે કેન્દ્ર સરકારે ૧૦ ટકા અનામત જાહેર કરી હતી પરંતુ આ જે પરીક્ષાનું પરિણામ (exam result)જાહેર થયું તેમાં ઉલટી ગંગા વહી છે.. જનરલ કેટેગરીમાં (General Category) ઓછુ કટ ઓફ જયારે આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે ઊંચું કટ ઓફ જાહેર કર્યું છે.

  આ પણ વાંચોઃ-ભાજપમાં આંતરિક લડાઈ! ત્રણ બેઠકો પર ભાજપ માટે આકરાં ચઢાણ

  રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન (patidar anamat andolan) થયું ત્યારે પાટીદાર સમાજ દ્વારા સરકાર સાથે અનેક વખત મંત્રણા કરી હતી અને બાદમાં જયારે કેન્દ્ર સરકારે આ અનામત જાહેર કર્યું ત્યારે રાજ્ય સરકારે પણ બહુ વાહવાહી લૂટી હતી ત્યારે હવે ખરેખર આર્થીક રીતે પછત લોકોને નોકરીમાં અનામત નો લાભ આપવાનો છે ત્યારે તેને એ લાભ મળતો નથી જે સરકારે લાભ આપવો જોઈએ.
  Published by:News18 Gujarati
  First published:October 04, 2019, 23:23 pm

  ટૉપ ન્યૂઝ