Home /News /madhya-gujarat /

ઉત્તર ગુજરાતની આ ત્રણ બેઠક પર EVM ખોટવાયા

ઉત્તર ગુજરાતની આ ત્રણ બેઠક પર EVM ખોટવાયા

ગણતરીના સમયે ત્રણ બેઠક પર ઇવીએમમાં ખામી સર્જાઇ છે.

ગણતરીના સમયે ત્રણ બેઠક પર ઇવીએમમાં ખામી સર્જાઇ છે.

    રાજ્યની તમામ બેઠકો પર મતગણતરી શરુ થઇ ગઇ છે. ગાંધીનગરમાં ગણતરીના સમયે ત્રણ બેઠક પર ઇવીએમ ખોટવાયા છે. ગાંધીનગર ઉત્તર અને વેજલપુરમાં ત્રણ ઇવીએમ ખોટવાયા છે. ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગળ ચાલી રહ્યાં છે.

    પરિણામોને જોતા ભાજપ આગળ ચાલી રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડમાં બીજેપી આગળ ચાલી રહ્યું છે. ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન અને પરિણામ જાહેર થયા બાદ કોઈપણ ગરબડી ન થાય તેવો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    1980માં પાર્ટીની સ્થાપના બાદ પ્રથમ વખત 1984ની લોકસભા ચૂંટણી લડાઇ ત્યારે ભાજપને માત્ર 2 જ સીટો આવી હતી. તે બે પૈકીની એક સીટ મહેસાણા સીટ હતી. આ 2 સીટથી હાલ ભાજપ 284 સુધી પહોંચ્યું છે. જો કે ઉત્તરગુજરાત પર પહેલાથી જ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. ઉત્તર ગુજરાતે દેશને બે વડાપ્રધાન પણ આપ્યા છે. એક વડાપ્રધાન મોદી જે હાલ વડાપ્રધાન છે. ઉપરાંત અટલ બિહારી વાજપેયી કે જેઓ ગાંધીનગર સીટ પરથી લોકસભા લડી ચુક્યા છે.

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં તેનું પ્રદર્શન પ્રમાણમાં નબળું રહ્યું છે. ઉપરાંત મહેસાણા, ગાંધીનગર જેવી સેઇફ ગણાતી સીટો પર ભાજપ હાલ સંઘર્ષ કરી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Election Result, Gujrat election result 2019, Lok Sabha Election Result 2019, ઇવીએમ, ઉત્તર ગુજરાત, કોંગ્રેસ, ગાંધીનગર`, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन