Home /News /madhya-gujarat /

ચેતવણીરૂપ કિસ્સો: એક કલાકની એસ્કોર્ટ સર્વિસ યુવકને 17 હજારમાં પડી, OYO હોટલમાં ગયો અને ભારે પસ્તાયો

ચેતવણીરૂપ કિસ્સો: એક કલાકની એસ્કોર્ટ સર્વિસ યુવકને 17 હજારમાં પડી, OYO હોટલમાં ગયો અને ભારે પસ્તાયો

સાયબર ક્રાઈમ

Ahmedabad Crime News:શહેરમાં રહેતો એક યુવક એસ્કોર્ટ સર્વિસમાં (Escort service) રસ દાખવતા તેણે google ઉપર સર્ચ કર્યું હતું અને બાદમાં તેને કોઈ નંબર ઉપર સંપર્ક થતાં તેણે વાતચીત શરૂ કરી હતી.

અમદાવાદ: શહેરમાં અલગ-અલગ માધ્યમથી છેતરપિંડીના (Fraud case) કિસ્સા વધી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ (cyber crime) કરનાર પણ અલગ અલગ બહાના કરીને અલગ અલગ કારણોથી લોકો પાસે પૈસા ખંખેરી લે છે. ત્યારે શહેરમાં રહેતો એક યુવક એસ્કોર્ટ સર્વિસમાં (Escort service) રસ દાખવતા તેણે google ઉપર સર્ચ કર્યું હતું અને બાદમાં તેને કોઈ નંબર ઉપર સંપર્ક થતાં તેણે વાતચીત શરૂ કરી હતી. એક કલાકથીમાંડી ફૂલ નાઈટ સુધીના પેકેજ મેળવનાર આ યુવકે એક કલાકની એસ્કોર્ટ સર્વિસ મા રસ દાખવ્યો હતો.

બાદમાં આ યુવકને OYO હોટલમાં પહોંચવાનું કહેતા યુવક ત્યાં પહોંચ્યો હતો. આ સમય દરમ્યાન તેની પાસે હોટલ એન્ટ્રી ફી, રજીસ્ટ્રેશન ફી તથા અન્ય અલગ અલગ ચાર્જ પેટે 17 હજાર રૂપિયા ગઠિયાએ ખંખેરી લીધા હતા. સમગ્ર બાબતને લઈને યુવકને પોતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાની જાણ થતાં તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડા સૈજપુર ખાતે રહેતો એક યુવક તેના માતા-પિતા તથા ભાઇ સાથે રહે છે. આ યુવકની માતા નોકરી કરે છે, જ્યારે પિતા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તેનો ભાઈ અભ્યાસ કરે છે.આ યુવક પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં અભ્યાસ કરે છે. તેની સાથે એક કન્સ્ટ્રકશન સાઈટ ઉપર સુપરવાઇઝર તરીકે પાર્ટ ટાઇમ નોકરી કરે છે. આ યુવક હાલમાં સિવિલ એન્જિનિયરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવાથી તમામ નાણાંકીય વ્યવહારો paytm મારફતે કરે છે.

બે મહિના પહેલા આ યુવક તેના મોબાઇલ ફોન ઉપર ટાઇમપાસ કરતો હતો તે સમયે google ઉપર અમદાવાદ શહેરમાંથી એસ્કોર્ટ સર્વિસ માટે સર્ચ કરતો હતો. ત્યારે googleમાંથી એક લિંક તેને મળી હતી. આ લિંકને ક્લિક કરતા તરત એક મોબાઇલ નંબરનું whatsapp ઓપન થયું હતું. બાદમાં આ એસ્કોર્ટ સર્વિસમાં કેટલો ભાવ ચાલે છે તેમ પૂછતાં આ નંબર પરથી તેને એક કલાકથી ફૂલ નાઈટ સુધીના સેક્સ એન્જોયમેન્ટનું ભાવ પત્રક મોકલી આપવામાં આવ્યું હતું. જેથી આ યુવકે પેકેજમાંથી એક કલાક નું પેકેજ લેવાની સંમતિ દર્શાવી હતી.

આ પણ વાંચોઃ-Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

જેથી પેકેજ માટે બે હજાર ભરવાના થાય તેવું વોટ્સએપના માધ્યમથી આ નંબર ધારકે જાણ કરી હતી. જેથી રજીસ્ટ્રેશન ના સો રૂપિયા ભરવા જણાવતા યુવકે paytm થી પેમેન્ટ કર્યું હતું. બાદમા લોકેશન સેન્ડ કરવા ના 400 રૂપિયા માંગ્યા હતા. જેથી યુવકે 300 રૂપિયા નાખવાની તૈયારી દર્શાવતા સામેવાળી વ્યક્તિ એ હા પાડતાં યુવકે paytm મારફતે ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ સગીરાની એકલાતનો લાભ લઈને નરાધમે આચર્યું દુષ્કર્મ, પેટમાં દુઃખાવો ઉપડતાં પાંચ માસનો ગર્ભવતી નિકળી

બાદમાં આ વ્યક્તિએ યુવકને ઠક્કર નગર ખાતે આવેલી એક oyo હોટલ નું લોકેશન આપ્યું હતું અને બાદમાં અડધા કલાકમાં ત્યાં જઈને whatsapp ઉપર વાત કરવાનું કહ્યું હતું. જેથી આ યુવક અડધો કલાકમાં પહોંચી ગયો હતો અને whatsapp કોલિંગ કરતા ફરીથી સામેવાળી વ્યક્તિએ સો રૂપિયા ભરીને તથા રજિસ્ટ્રેશન ફી ના 2000 ભરીને પેમેન્ટ પૂરું કરવાનું કહેતા યુવકે આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આમ અલગ અલગ ચાર્જ પેટે યુવક પાસેથી શખશે 17, 000 રૂપિયા પડાવી લેતા યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, CYBER CRIME, Gujarati news

આગામી સમાચાર