સંજય ટાંક, અમદાવાદ: રાજ્યભરમાં જીપીએસસી દ્વારા આજે લેવાયેલા બીન હથિયાર ધારી પીઆઈની પરીક્ષા માટેના પેપરમાં છબરડો સામે આવ્યો છે. જેમાં પ્રશ્ન ક્રમાંક ઈ માં પ્રિન્ટિંગ મિસ્ટેક સામે આવી છે જેના કારણે એકનો એક પ્રશ્ન બે અલગ અલગ પાના પર છપાયો હતો. જ્યારે ઓએમઆર સીટમાં પણ ભૂલ સામે આવી હતી. જેના કારણે લેખિત પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો મુંજાયા હતા.
રાજ્યભરમાં જીપીએસસી દ્વારા આજે લેવાયેલા બીન હથિયાર ધારી પીઆઈની પરીક્ષા માટેના પેપરમાં છબરડો સામે આવ્યો છે. પરીક્ષાના પેપરમાં એક પ્રશ્ન બે વખત પુછવામાં આવ્યો છે. પેપર ક્રમાંક ઈમાં 56 નંબર અને 58 નંબરના પાના પર એક જ પ્રશ્ન પુછવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ક્રમાંક સિરિઝમાં પણ ભૂલ સામે આવી છે.
જે અંતર્ગત ઓએમઆર સીટમાં એથી ડી સુધી જ સીરીઝ હતી. જ્યારે પેપરમાં એથી એચ સુધી સિરિઝ હતી. એથી ડી ઉપરની સિરિઝ વાળા ઉમેદવારોએ ઓએમઆરમાં હાથ થી સીરીઝ નંબર લખવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે કેટલાક ઉમેદવારોને પેપર પ્રમાણમાં સરળ પણ લાગ્યું છે.
મહત્વનું છે કે રાજ્યભરમાં 60 બિનહથિયાર ધારી પોલીસ ઈન્સટેક્ટરની ભરતી માટે જીપીએસસી દ્વારા લેખિત પરીક્ષા લેવાઈ હતી. જે માટે 35 હજાર 955 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે માટે 144 જેટલા પરીક્ષા કેન્દ્રો પણ નિર્ધારીત કરાયા હતા.
જો કે પરિક્ષા શરુ થાય તે પહેલા જ પરીક્ષાના સમયને લઈને પણ ફેરફાર જીપીએસસી તંત્રએ કરવો પડ્યો હતો. જો કે તે માટે કોઈ ચોક્કસ કારણ દર્શાવાયું ન હતું. અને સવાર 10થી 1ની જગ્યાએ પરીક્ષા બપોરે 3 થી 6 કરવી પડી હતી. બીજીતરફ પરીક્ષાને લઈ પ્રશ્ન પત્રમા પણ ભુલો સામે આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં પણ મુંજવણ વધી હતી.