Home /News /madhya-gujarat /

છબરડો! ST નિગમની પ્રિમીયમ સેવાની ઓનલાઈલ બુકિંગમાં ખામી, એક જ નંબરની સીટ બે લોકોને ફાળવી દે છે

છબરડો! ST નિગમની પ્રિમીયમ સેવાની ઓનલાઈલ બુકિંગમાં ખામી, એક જ નંબરની સીટ બે લોકોને ફાળવી દે છે

ફાઈલ તસવીર

ST bus online booking: છેલ્લા કેટલાક દિવસથી વોલ્વઓની (volvo st bus) ઓનલાઈન એરર છે. જેના કારણે બસ આવે અને રિઝર્વ સીટ (Reserve seat) પર જાય ત્યારે ખબર છે એક જ નંબરની સીટ બે પ્રવાસીઓને ફળવાય છે.

અમદાવાદઃ ડિઝિટલ સુવિધા (Digital service) વધી રહી છે અને એસટી નિગમની બસમાં પણ ઓનલાઈન ટિકિટ બુકીંગ (Online Booking) માટેની સુવિધા ઉપલબ્ધ છે. અને લોકો પણ વોલ્વોમાં પ્રવાસ કર્યા પહેલા ઓનલાઈન ટિકિટ બુકીંગ કરી લે છે. ઓનલાઈન ટિકિટ બુકીંગ કર્યા બાદ નિશ્ચિત થઈ જાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વોલ્વઓની ઓનલાઈન એરર છે. જેના કારણે બસ આવે અને રિઝર્વ સીટ (Reserve seat) પર જાય ત્યારે ખબર છે એક જ નંબરની સીટ બે પ્રવાસીઓને ફળવાય છે અને પછી ઘર્ષણ થાય છે

વોલ્વોની ઓનલાઈન ટિકિટ બુકીંગ કરતા કંપની ભૂલના કારણે ઘર્ષણ કંડકટર સાથે થાય છે. જો કે બે દિવસ પહેલા એક બનાવવા પોલીસ પણ બોલાવી હતી.સીટ ખાલી હોય તેવા સંજોગોમાં બીજી સીટ ફાળવી દેવામાં આવે છે.પરંતુ તમામ સીટ બુક હોય ત્યારે માથાકૂટ થાય છે

એસટી મજદૂર મહાસંઘના પ્રમુખ કનકસિંહ ગોહિલ જણાવ્યું હતું કે વોલ્વો બસની ઓનલાઈન ટિકિટ બુકીંગમાં એરર આવવાની રજુઆત મળી છે.આ એરરના કારણે કંડકટર સાથે પણ બોલાચાલી થાય છે અમે એસટી નિગમના અધિકારીને રજુઆત કરી છે.

આ પણ વાંચોઃ-કમકમાટીભરી હત્યા! ગુરૂગ્રામમાં ટોળાએ કરી યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા, માંગતો રહ્યો રહેમની ભીખ

એસટી નિગમના સચિવ કે ડી દેસાઈ પ્રિમીયમ સર્વિસમાં ઓનલાઈન બુકીંગ થઈ રહ્યું છે સોફ્ટવેરનું કામ એક ખાનગી કંપનીને આપેલું છે.હમણાં બે ત્રણ ઇસ્યુ બન્યા છે ટ્રાંજેક્સનના ઇસ્યુના કારણે અને ટેક્નિકલ ઇસ્યુના કારણે એક જ સીટ બે પ્રવાસીને ફળવાય છે.જે પણ એરર છે તેને સુધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.એક સપ્તાહમાં સોફ્ટવેરની ખામી દૂર કરી દેવાશે.પછી આ પ્રકારના ઇસ્યુ થશે નહીં.

આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

ઉનાળુ વેકેશનનો સમય છે રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.અને લોકો એડવાન્સ ટિકિટ બુકીંગ કરી લે છે.અને છેલ્લી ઘડીએ સીટ રિઝર્વ કર્યા બાદ પણ સીટ ન મળે તો ગરમીના તાપમાની જેમ તપી જતા હોય છે.જો કે ટેક્નિકલ ખામીને તાત્કાલિક દૂર કરવી જોઈએ.જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલી ન પડે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gandhinagar News, Gujarati news

આગામી સમાચાર