Home /News /madhya-gujarat /

રહેજો સાવધાન, વરસાદની સિઝનમાં રાજ્યમાં રોગચાળાએ માથુ ઉચક્યું

રહેજો સાવધાન, વરસાદની સિઝનમાં રાજ્યમાં રોગચાળાએ માથુ ઉચક્યું

વરસાદની સિઝનમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો (પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના 52 કેસ, ટાઈફોડ ના 315 કેસ, કમળા ના 318 કેસ, ઝેરી મલેરિયાના 169 કેસ, સાદા મલેરિયાના 875 કેસ કોર્પોરેશનના ચોપડે નોધાયા

    વરસાદની સિઝનમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. માત્ર 18 દિવસમાં જ રોગચાળો ઘણો વધી ગયો છે. મચ્છરજન્ય રોગચાળો વધારે જોવા મળી રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુના 52 કેસ, ટાઈફોડ ના 315 કેસ, કમળા ના 318 કેસ, ઝેરી મલેરિયાના 169 કેસ, સાદા મલેરિયાના 875 કેસ કોર્પોરેશનના ચોપડે નોધાયા છે. ઝાડા ઉલ્ટીના 515 કેસ અને કોલેરાના 16 કેસ પણ નોધાયા છે. વરસાદની સિઝન ચાલુ હોવાથી આ રોગચાળો વધારે ફેલાઈ શકે છે.

    અમદાવાદમાં જ નહીં રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગરમાં સહિત રાજ્યના ઘમા શહેરોમાં પણ રોગચાળો જોવા મળી રહ્યો છે. રોગચાળાના કારણે દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે.

    કઈ રીતે રહેશો સાવધ
    રોગચાળાના કારણે બને ત્યાં સુધી બહારનું ફાસ્ટ ફુડ ખાવાથી દુર રહેવું જોઈએ.
    વાસી ખોરાક ખાવાથી પણ દૂર રહેવું જોઈએ.
    મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
    થોડોક તાવ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો

    રાજકોટમાં રોગચાળાના આંકડા
    સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ - 690
    મરડાનાં કેસ - 36
    ઝાડા-ઉલટી ના કેસ - 467
    મેલેરિયાના કેસ - 18
    ટાઈફોઈડ તાવના કેસ - 9
    કમળા તાવના કેસ - 14
    ડેન્ગ્યું કેસ - 11
    અન્ય તાવના કેસ - 71

    ભાવનગરમાં ના રોગચાળાના આંકડા
    મરડો - 20
    કમળો - 40
    શરદી અને ઉધરસ - 6788
    ટાઈફોઈડ - 37
    ડેન્ગ્યુ - 00
    મેલેરિયા - 11

    જૂનાગઢમાં રોગચાળાના આંકડા
    ઝાડા ના રોગ - ૫૭
    શરદી ઉધરસ - ૪૦
    મેલેરિયા શંકાસ્પદ - ૭૨
    હેપીટાઈટસ વાઈરસ - 6

    વડોદરાના રોગચાળાના આંકડા
    કમળો-  ૬૨
    ઝાડા - ૧૪૩૬
    ટાઈફોડ-  ૩૯
    શરદી ખાંસી - ૩૯૩૮
    First published:

    Tags: Gujrat, અમદાવાદ, રાજકોટ, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन