વિદ્યાર્થીઓની ધગશ! કોરોના લોકડાઉનમાં પણ 60 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પુસ્તક વાંચ્યા

News18 Gujarati
Updated: May 21, 2020, 10:46 PM IST
વિદ્યાર્થીઓની ધગશ! કોરોના લોકડાઉનમાં પણ 60 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પુસ્તક વાંચ્યા
ફાઈલ તસવીર

વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે.

  • Share this:
અમદાવાદ: કોરોનાના (conaovirus) વધતા સંક્રમણને કારણે છેલ્લા બે મહિના થી લોકો ઘરોમાં બંધ થઈ ગયા છે તેવામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીના (Gujarat university) લાયબ્રેરી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે. અને છેલ્લા બે મહિના માં રાજ્ય ભરમાંથી 60 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન બુક વાંચવાનો લાભ લીધો છે. કોરોનાકાળનો આમ તો કોઈને લાભ થયો નથી. પણ આ કોરોના કાળનો લાભ વાંચન રસિકો અને વિદ્યાર્થીઓ એ જરૂરથી લીધો છે.

ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી એ વિદ્યાર્થીઓ ના અભ્યાસ ને લગતા પોણા બે લાખ પુસ્તકો ઓનલાઈન એક્સેસ માટે તો મુક્યા જ છે સાથે સાથે યુનિવર્સિટી ગ્રંથાલયની વેબસાઈટ પર પ્રવર્તમાન કોરોના લોકડાઉન સંદર્ભે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ CEC, E-PGP તેમજ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે, NPTEL Other એમ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય MHRD, UGC અને UGC INFLIBNET મારફતે તૈયાર કરવામાં આવેલ અંદાજિત ૭૪૭૩૫ કરતા વઘુ ઓપન એક્સેસ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ આધારિત E- content ની તેમજ ૩,૮૨,૦૦,૦૦૦ સંબંધિત ઈ બુક્સ અને પીરીડીયોકલસ નેશનલ ડિજીટલ લાયબ્રેરીની લીંક સાથે આપી દેવામાં આવી છે.

જેના આધારે ગુજરાત યુનિવર્સિટી સાથે અન્ય તમામ યુનિવર્સિટી અને શિક્ષણ અને સંશોધન અને અભ્યાસ સાથે સંલગન તમામ વિધાર્થીઓ સંશોધકો ઉપયોગ કરી શકે છે. UGC એ પણ ત આ અંગે પરિપત્ર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય એ આ રિસોર્સીસ વેબસાઇટ તૈયાર કરતી જ જરૂરી લીંક સાથે રાખવામાં આવ્યા છે. આ અંગે જરાત યુનિવર્સિટીના લાયબ્રેરી વિભાગના હેડ ડો. યોગેશ પારેખના જણાવ્યાનુસાર લોકડાઉનના સમયગાળામાં સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા સતત પ્રચાર પ્રસાર કરતા ગ્રંથાલયની Gulibrary.com વેબસાઇટ થકી આ રિસોર્સીસ એકસેસનો ઉપયોગ ચોક્કસપણે વઘ્યો છે.

લોકડાઉન :- ૧ ના નિર્ણયથી લોકડાઉન :-૨ના આ સમયગાળામાં ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની વેબસાઈટના ઉપયોગકર્તાનો આંક આજ સુધી ૧૩૦૦૦ થી 61 હજાર સુધી વધ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે આગામી સમય ઇ કન્ટેન્ટ નો છે અને UGC એ પણ ઇ કન્ટેન્ટ પર ભાર મુક્યો છે ત્યારે હવે વિદ્યાર્થીઓ એ આ ઇ કન્ટેન્ટ થી હેબીચ્યુલ થવું પડશે. આ ઉપરાંત આગામી દિવસોમાં લાયબ્રેરી શરૂ કરવાની થશે તો અમદાવાદ ની એક માત્ર ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી છે જે RFID સુવિધા ઉપલબ્ધ છે. જેના દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવી લિમિટેડ વાચકોને વાંચન નો લાભ લઇ શકશે.
First published: May 21, 2020, 10:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading