આનંદો! સરકારે લીધો મહત્વનો નિર્ણય, વર્ગ-4ના કર્મીઓને અપાશે રૂ. 3500નું બોનસ

News18 Gujarati
Updated: November 2, 2018, 11:34 PM IST
આનંદો! સરકારે લીધો મહત્વનો નિર્ણય, વર્ગ-4ના કર્મીઓને અપાશે રૂ. 3500નું બોનસ
રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને રૂ. 3500નું દિવાળી બોનસ

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વની રાજય સરકારે દિવાળીના તહેવારો સમયે વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાની પરંપરાને જાળવી છે.

  • Share this:
રાજ્ય સરકારે આજે વર્ગ ચારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્ય સરકારના કર્મચારી ઉપરાંત પંચાયતના અને અનુદાન મેળવતી સંસ્થાઓના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં રૂ. 3500નું બોનસ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આજે વર્ગ ચારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્ય સરકારના કર્મચારી ઉપરાંત પંચાયતના અને અનુદાન મેળવતી સંસ્થાઓના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં રૂ. 3500નું બોનસ આપવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સરકારના આ નિર્ણયનો લાભ રાજ્યના 35,802 કર્મચારીઓને મળશે.

રાજયના નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે રાજયના વર્ગ-૪ના કર્મચારીઓને રૂા. ૩પ૦૦નું દિવાળી બોનસ જાહેર કરતાં જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વની રાજય સરકારે દિવાળીના તહેવારો સમયે વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાની પરંપરાને જાળવી છે. જેના કારણે વર્ગ-૪ના ૩પ,૮૦ર કર્મચારીઓ દિવાળીના તહેવારો વધુ આનંદ ખુશીથી મનાવી શકશે.

નાયબ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત પંચાયતના વર્ગ-૪ના કર્મચારીઓ, યુનિવર્સિટી સંલગ્‍ન કોલેજો, બિન સરકારી શાળાઓ અને કોલેજના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્‍થાના વર્ગ-૪ના કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે. રાજય સરકારના આ નિર્ણયથી રાજયની તિજોરી ઉપર અંદાજે રૂા. ૧૪ થી ૧પ કરોડનો બોજો પડશે તેમ પણ પટેલે અંતમાં જણાવ્‍યું હતું.
First published: November 2, 2018, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading