રાજ્યમાં ખાસ કરીને અંતરિયાળ અને જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની સંભાવનાઓ છે તેવા વિસ્તારોમાં પીપીપીના ધોરણે ઇજનેરી અને પોલિટેકનિક કોલેજ શરૂ થાય તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
ટેકનીકલ શિક્ષણની જરૂરિયાતવાળા વિસ્તારોમાં રાજ્યના ઔદ્યોગિક ગૃહો વધુને વધુ ઇજનેરી કોલેજો કે પોલિટેકનીક કોલેજની સ્થાપના માટે આગળ આવવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઔદ્યોગિક ગૃહોને અપીલ કરી છે.
રાજ્યમાં પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ઈજનેરી અને પોલિટેકનિક કોલેજ વધુ સંખ્યામાં સ્થપાય અને તે દિશામાં થયેલી કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્યના ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિઓ સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે બેઠક બોલાવી હતી.
તેમણે ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ઇજનેરી કે પોલિટેકનિક કોલેજની જરૂરિયાત છે તેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ઇજનેરી કે પોલિટેકનિક કોલેજની સ્થાપના માટે ઔદ્યોગિક ગૃહો પોતાની સામાજિક જવાબદારી સમજીને પીપીપીના ધોરણે જો આગળ આવશે તો અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને કૌશલ્ય ધરાવતા યુવાનોને પરોક્ષ રીતે લાંબા ગાળે રોજગારીની તક પણ મળશે.”
તેમણે ઉમેર્યુ કે, આ વ્યવસ્થાને કારણે બેરોજગારીની સમસ્યાઓનો પણ લાંબા ગાળે ઉકેલ આવશે. રાજ્યના જે વિસ્તારોમાં ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓનો અભાવ છે તેવા વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગ ગૃહોના સહયોગ સાથે જો ઇજનેરી સંસ્થાઓ સ્થપાય તો આખરે રાજ્યને જ તેનો પરોક્ષ લાભ મળશે.”
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર