હવે ખાનગી એન્જિનિયરિંગ કોલેજોની ફી અંગે દાદાગીરી, કડક ઉઘરાણી થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા

હવે ખાનગી એન્જિનિયરિંગ કોલેજોની ફી અંગે દાદાગીરી, કડક ઉઘરાણી થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા
ફાઈલ તસવીર

સ્કૂલ નહીં તો ફી નહીંનો અર્થ સરકારે ચરિતાર્થ કર્યો છે તો કોલેજોના વિદ્યાર્થીઓને પણ ફી માફીની માંગ તેજ બની છે.

  • Share this:
અમદાવાદઃ હવે રાજ્યની ખાનગી એન્જીયરીગ કોલેજના (Engineering College) સંચાલકોની દાદાગીરી પર ઉતરી આવ્યા છે અને ફી ભરવા કડક ઉઘરાણી કરતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. ફી ભરવામાં વિદ્યાર્થીઓ ને પડી રહેલી મુશ્કેલી મામલે વિદ્યાર્થી સંગઠનોએ ફીમાં રાહત આપવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. સાથે આવી કોલેજો સામે પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

કોરોના ના કહેર વચ્ચે સ્કૂલો ની ફી રાજ્ય સરકારે માફ કરી દીધી છે પરંતુ કોલેજો અંગે કોઈ નિર્ણય ન આવતા ખાનગી કોલજોએ ફીની ઉઘરાણી શરૂ કરી છે. સ્કૂલ નહીં તો ફી નહીંનો અર્થ સરકારે ચરિતાર્થ કર્યો છે તો કોલજોના વિદ્યાર્થીઓને પણ ફી માફીની માંગ તેજ બની છે.



રાજ્યમાં 200 જેટલી સેલ્ફ ફાયનાન્સ એન્જીયરીગ કોલેજો આવેલી છે. આવી કોલેજોમાં 40 હજારથી માંડીને 1 લાખ સુધીની ફી એક સેમિસ્ટરની વસૂલાય છે. આવા એક વર્ષમાં બે સેમિસ્ટર હોય છે. વિદ્યાર્થીઓ એ જણાવ્યું કે અમદાવાદ માં આવેલ એપોલો એન્જીનિયરીંગ કોલેજ, સાલ કોલેજ અને એલ જે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ ને ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

અદાણી જેવી કોલજ વર્ષ 1.5 લાખ જેટલી ફી ઉઘરાવી રહી છે ત્યારે ક્વાર્ટર ની ફી પણ 30 હજારથી વધુની થવા જાય છે. ત્યારે ABVP અને યુથ કોંગ્રેસ દ્વારા જીટિયું ખાતે રજુવાત કરવામાં આવી છે. ABVPના આગેવાન ઉમંગએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને થઈ રહેલી મુશ્કેલી બાબતે કૉલેજોના સંચાલકોને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જેને પગલે સાલ અને સિલ્વર ઓક જેવી કેટલીક કોલેજોએ ફી ભરવા દબાણ નહીં કરવાની બાંહેધરી આપી છે.

આ પણ વાંચોઃ-મામલતદારના ઘરે ACBનો દરોડો, લાંચના એટલા રૂપિયા મળ્યા કે થઈ ગયો ઢગલો

જોકે અમુક કોલેજોને બાદ કરતાં હજુ પણ ઘણી એન્જીયરીગ કોલેજ છે જેઓ વિદ્યાર્થીઓ ને ફી ભરવા ધમકાવી રહ્યા છે. એ મુદ્દે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં પણ રજૂઆત કરવામાં આવી છે. જો યુનિવર્સિટી કોલેજો સામે પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલની ચીમકી આપી છે.

આ પણ વાંચોઃ-યુવકનું જોરદાર ઈનોવેશન! માત્ર રૂ.3500માં બનાવી AC વાળી PPE કિટ, 5-6 કલાક રહેશે ઠંડક

આ પણ વાંચોઃ-કોરોના પણ કંઈ ન બગાડી શક્યો આ પ્રેમીઓનું, ગંભીર દર્દીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન

મહત્વનું છે કે શિક્ષણ વિભાગમાં શાળાઓના સંચાલકોની ફી મામલે મનમાનીનો મુદ્દો માંડ શાંત પડ્યો છળ ત્યાં હવે સેલ્ફ ફાયનાન્સ કૉલેજો ફી મામલે વિવાદમાં સપડાઈ છે.

થોડા સમય પહેલા ખાનગી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફી મામલે વિરોધ દર્શાવી ચુક્યા છે ત્યારે હવે એન્જનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરે તો નવાઈ નહીં.
Published by:ankit patel
First published:August 16, 2020, 18:06 pm

टॉप स्टोरीज