અમદાવાદ : '3 લાખ નહીં આપ તો દીકરાની હત્યા, દીકરીનો બળાત્કાર થશે,' એંજિનિયર યુવક ઝડપાયો


Updated: September 30, 2020, 6:35 PM IST
અમદાવાદ : '3 લાખ નહીં આપ તો દીકરાની હત્યા, દીકરીનો બળાત્કાર થશે,' એંજિનિયર યુવક ઝડપાયો
આ એંજિનિયિર યુવકે વર્ચ્યુઅલ કોલિંગ કરી ધમકી આપવા માટે યૂ-ટ્યૂબમાંથી લેસન લીધા હતા.

ફિલ્મોને ટક્કર મારે એવી ગુનાની કહાણી, યૂ-ટ્યૂબ પરથી વર્ચ્યૂઅલ કોલિંગ કરતા શીખી પાડોશના સોની વેપારીને આપી ધમકી. શાતિરનો પ્લાન જાણી પોલીસે ગોઠવ્યું છટકું

  • Share this:
અમદાવાદના સોની વેપારીને ધમકી (Ahmedabad Gold Merchant) આપી ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ધરપકડ કરી છે. આરોપીએ દિલ્હીના ગેંગસ્ટર બિશ્નોઇના (Ganster bisnoi) નામે ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી હતી. જોકે ખંડણીની વસૂલાત થાય થાય તે પહેલા પોલીસે ઝડપી લીધા છે. જોકે આ ગેંગના ગેંગના ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલો આરોપી સિદ્ધાર્થ ઉર્ફે સોનુ પંચાલ છે. આરોપી વાડજના ભીમજીપુરા વિસ્તારનો રહેવાસી છે આરોપીએ પોતાની પાડોશમાં જ રહેતા વિજય કુમા સોની ને એક ચિઠ્ઠી લખી લખી ધમકી આપી હતી જેમાં ખંડણી (Extortion demand of 3 lacs) પેટે ત્રણ લાખની માંગ કરવામાં આવી હતી અને જો કંઈ નહીં નહીં આપે તો દીકરાની હત્યા અને દીકરી પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી.

જોકે ખંડણી અને ધમકી માંગવા માટે દિલ્હી ના કુખ્યાત ગેંગસ્ટર બિશ્નોઇના માણસ ઉદીત તરીકે ઓળખ આપી હતી જોકે ખંડણી ના આ ગુનામા ફરાર અન્ય બે આરોપી ની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી સિદ્ધાર્થ મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો છે અને પિતાના હાર્ડવેરના ધંધામા વેપાર કરતો હતો. પરંતુ લોકડાઉન બાદ આર્થિક સંકડામણના કારણે ખંડણી આપવાનુ કાવતરુ રચ્યુ હતુ. તેથી આરોપી યુ ટ્યૂબ પરથી વર્ચ્યુઅલ કોલ કરવા અંગે માહીતી મેળવી ગુનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો :   જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ AMCએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફટકાર્યો 1,000 રૂપિયાનો દંડ

જોકે ખંડણીની વસુલાત માટે આરોપી ના અન્ય બે મિત્ર લખી તિવારી અને પવન ની મદદ લીધી હતી માટે. પોલીસે તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપી એ ખંડણી માટે ધમકી આપતો પત્ર લખ્યો હતો. અને 3 લાખ એકઠા થાય તો સોની વેપારીના ઘરની ગેલેરી મા મુકી લાલટેન લગાવી દેવાની સુચના આપી હતી.

આ પણ વાંચો :  સુરત : ફઈની દીકરીને પ્રેમજાળમાં ફસાવી, શારીરિક સંબંધો બાંધી તરછોડી, આવ્યો પોલીસના સકંજામાંજોકે, પોલીસે આ જ સુચના આધારે છટકું ગોઠવી આરોપી ને ઝડપી પાડ્યો છે. જો કે આ ગુનાના ફરાર બે આરોપી ક્યાથી અને કેવી રીતે ઝડપાય છે તે જોવુ મહત્વનુ છે.આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી.ચુડાસમા નું કેહવું છે કે મામલો ગંભીર હોવા થી અમે તરત કાર્યવાહી કરી આરોપી ની ધરપકડ કરી લીધી છે, હાલ તપાસ ચાલી રહી છે.
Published by: Jay Mishra
First published: September 30, 2020, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading