Home /News /madhya-gujarat /

એનરટેક કોમ્પ્રેસ્ડ બાયોગેસ બિઝનેસમાં રૂ.600 કરોડનું મૂડીરોકાણ કરશે, PM મોદીના કલાઈમેટ ગોલ હાંસલ કરવામાં મદદ મળશે

એનરટેક કોમ્પ્રેસ્ડ બાયોગેસ બિઝનેસમાં રૂ.600 કરોડનું મૂડીરોકાણ કરશે, PM મોદીના કલાઈમેટ ગોલ હાંસલ કરવામાં મદદ મળશે

એનરટેક ફ્યુઅલ સોલ્યુશન્સના પ્રમોટર બદ્રી મહાપાત્રા

સીબીજી કેલોરિફિક વેલ્યુ ધરાવે છે અને તે સીએનજી જેવા જ ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ ગ્રીન ઓટોમેટેડ ફ્યુઅલ તરીકે પણ થઈ શકે છે. સીબીજીને ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રયલ અને કોમર્શિયલ વપરાશ માટે સંપૂર્ણપણે સીએનજીના બદલે વાપરી શકાશે. એનરટેક જ્યારે નવા બિઝનેસમાં પ્રવેશી રહી છે ત્યારે તેણે મંગળવારે અખાત્રીજના શુભ દિવસે નવા મોટા સંકુલમાં પ્રવેશ કર્યો છે.

વધુ જુઓ ...
નેચરલ ગેસના બિઝનેસ (Natural Gas Business)માં કાર્યરત અમદાવાદ (Ahmedabad)ના સ્મૉલ અને મિડીયમ કક્ષાના એકમ (SMEs) એનરટેક ફ્યુઅલ સોલ્યુશન્સ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) બિઝનેસમાં પ્રવેશવા માટે સજજ બન્યુ છે. કંપની આગામી વર્ષે રૂ. 600 કરોડના ખર્ચે તેની કામગીરીનું વિસ્તરણ કરીને દેશવ્યાપી હાજરી વિસ્તારશે” તેમ એનરટેક ફ્યુઅલ સોલ્યુશન્સના પ્રમોટર બદ્રી મહાપાત્રા જણાવે છે.

મહાપાત્રા જણાવે છે કે, “નેચરલ ગેસ બિઝનેસમાં અમારા વ્યાપક અનુભવને ધ્યાનમાં લેતાં સીબીજી બિઝનેસમાં પ્રવેશ કરવો તે અમારા માટે એક સ્વાભાવિક વિસ્તરણ છે. અમે એક વર્ષમાં 10 પ્લાન્ટસ સ્થાપવાનુ આયોજન કર્યુ છે. પ્રથમ તબક્કામાં અમે ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સીબીજી પ્લાન્ટ સ્થાપીશું. બીજા તબક્કામાં આ રાજ્યોમાં વધુ એક પ્લાન્ટ સ્થાપવા ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ એક પ્લાન્ટ સ્થાપીશું. અમે આ પ્રોજેકટ માટે પ્લાન્ટ સ્થાપવા માટેનુ તથા સ્થળ નક્કી કરવાનુ તેમજ જમીન સંપાદન કરવાનુ કામ શરૂ કરી દીધુ છે અને એક વર્ષમાં ઉત્પાદન શરૂ કરવા માટે આશાવાદી છીએ. ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે અમે મહેસાણાની પસંદગી કરી છે.”

બાયોમાસનું ઉત્પાદન એનેરોબીક ડીકમ્પોઝીશન પ્રક્રિયા મારફતે કૃષિ કચરા, પશુઓની છાણ, મ્યુનિસિપલ કચરો, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ  તેમજ ખેતીના અન્ય કચરામાંથી થાય છે. બાયોગેસમાંથી હાઈડ્રોજન સલ્ફાઈડ, કાર્બન ડાયોકસાઈડ, પાણીની વરાળ વગેરે દૂર કરીને તેને શુદ્ધ કરી અને સીબીજી તરીકે કોમ્પ્રેશ કરવામાં આશે.

સીબીજી કેલોરિફિક વેલ્યુ ધરાવે છે અને તે સીએનજી જેવા જ ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ ગ્રીન ઓટોમેટેડ ફ્યુઅલ તરીકે પણ થઈ શકે છે. સીબીજીને ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રયલ અને કોમર્શિયલ વપરાશ માટે સંપૂર્ણપણે સીએનજીના બદલે વાપરી શકાશે. એનરટેક જ્યારે નવા બિઝનેસમાં પ્રવેશી રહી છે ત્યારે તેણે મંગળવારે અખાત્રીજના શુભ દિવસે નવા મોટા સંકુલમાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચો- ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં કહ્યું - કોરોનાની લહેર ખતમ થતા જ લાગુ થશે CAA, ઘુસણખોરી મુદ્દે દીદી પર પ્રહાર

રાજ્યકક્ષાના ઉર્જા પ્રધાન મુકેશ પટેલે એનરટેકના નવા ઓફિસ સંકુલનુ ઉદ્ઘાટન કર્યુ હતું. મુકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતું કે “જલવાયુ પરિવર્તનનો પડકાર દિવસેને દિવસે મોટો બનતો જાય છે અને ગ્રીન એનર્જીએ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. ગુજરાત સરકાર ગ્રીન એનર્જી બિઝનેસને સહયોગ પૂરો પાડવા માટે કટિબધ્ધ છે. આ ઉદ્યોગ વડાપ્રધાન મોદીએ નક્કી કરેલા કલાઈમેટ ગોલ હાંસલ કરવામાં મદદ કરે છે. એનરટેક નેચરલ ગેસના બિઝનેસમાં ખૂબ જ સફળ બની છે અને મને વિશ્વાસ છે કે તે સીબીજી બિઝનેસમાં પણ નોંધપાત્ર પ્રગતી દર્શાવશે. ” નેચરલ ગેસ બિઝનેસમાં રિલાયન્સ, ઈન્ડીયન ઓઈલ અને જીએસપીસી જેવી કંપનીઓનુ પ્રભુત્વ છે. એનરટેક લઘુ અને મધ્યમ કદની કંપની હોવા છતાં તેણે ભરોસાપાત્ર ગેસ સપ્લાયર તરીકે પોતાની આગવી છાપ છોડી છે.

આ પણ વાંચો- DC vs SRH: દિલ્હીના ભૂતપૂર્વ કોચે પંતની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- હવે નક્કી કરવું પડશે...

હાલમાં તે જીએસપીસી, ઓએનજીસી, રિલાયન્સ, વેદાંત અને અન્ય કંપનીઓ પાસેથી પુરવઠો મેળવીને ગ્લાસ ઉદ્યોગ, સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન, રિફાઈનરીઝ, અને અન્ય વપરાશકારોની  જરૂરિયાત  દ્વિપક્ષી કરાર મારફતે તેમજ ઈન્ડીયન ગેસ એક્સચેન્જ (IGX) મારફતે   પૂરી કરે  છે.  મહાપાત્રા એ ફર્સ્ટ જનરેશનના ઉદ્યોગસાહસિક છે અને તે ગુજરાત ઈનફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ, (જીઆઈડીબી) અને જીવીએફએલ જેવી સરકારી કંપનીઓમાં કામ કરી ચૂકયા છે. તે TiE ( The Indus Entrepreneurs)ના ગુજરાત ચેપ્ટરના એઝેક્યુટીવ ડિરેક્ટર રહી ચુક્યા છે. તેમણે સ્થાનિકથી માંડીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ગુજરાતમાં તેમનાં ઔદ્યોગિક એકમો સ્થાપવામાં સક્રીય સહાય કરી છે.
Published by:rakesh parmar
First published:

આગામી સમાચાર