અમદાવાદ: 'તમે બુદ્ધિમાં ગધેડા જેવા અને કામમાં ઘરડા બળદ જેવા થઈ ગયા છો,' શેઠનો કર્મચારીને ત્રાસ

અમદાવાદ: 'તમે બુદ્ધિમાં ગધેડા જેવા અને કામમાં ઘરડા બળદ જેવા થઈ ગયા છો,' શેઠનો કર્મચારીને ત્રાસ
આરોપી.

શિવરંજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંક્શનના શેઠ પ્રદીપ શાહના ત્રાસથી એક કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

  • Share this:
અમદાવાદ: 'તમે બુદ્ધિમાં ગધેડા જેવા અનેક કામમાં ઘરડા બળદ જેવા થઇ ગયેલા છો, જો તમારાથી કામ ન થઈ રહ્યું હોય તો શા માટે ધરતી પર ભાર બનીને જીવી રહ્યા છો?' શહેર શિવરંજની ચાર રસ્તા (Shivranjani cross road) પર આવેલા દીપકલા જંક્શનના શેઠ પ્રદીપ શાહ (Pradip Shah)ના ત્રાસથી એક કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે (Police) સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ખોખરા વિસ્તારમાં રહેતા કનુભાઈ પ્રજાપતિ છેલ્લા સાતેક વર્ષથી શિવરંજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંક્શન (Deepkala Junction) સાડીના શો રૂમમાં નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી શોરૂમના શેઠ પ્રદીપ શાહ કનુભાઈને જાણે ટાર્ગેટ બનાવ્યો હોય એમ પરેશાન કરતા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ કનુભાઈ જો પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેઓનો 25 ટકા પગાર અને જો નોકરી પર પહોંચવામાં વધુ મોડું થાય તો 50 ટકા પગાર કાપી લેતા હતા. શનિવાર અને રવિવાર ફરજિયાત આવવા માટે કહેતા હતા. જો ન આવે તો સોમવારે નોકરી પર હાજર ગણતા ન હતા.આ પણ વાંચો: કોણ છે અંબાલાલ પટેલ? કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત? કયા વર્ષમાં કરી હતી પ્રથમ આગાહી?

એકવાર કનુભાઈએ શેઠને અપમાનિત શબ્દો ન બોલવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, "તારે નોકરી કરવી હોય તો કર મારે તારી કોઈ જરૂર નથી. તું બધાનો નેતા ન બનતો, નહીં તો તારું જીવવું ભારે કરી દઈશ. હું કોણ છું તેનું તને ભાન નથી. મારી ઊંચી ઊંચી લાગવગ છે. તને અને તારા કામદારને અમદાવાદમાં રહેવું મુશ્કેલ કરી દઈશ."

આ પણ વાંચો: 'ક્યારેક તો જવાનું જ હતું, દુઃખી ન થતાં,' એક જ છોકરીના પ્રેમમાં પાગલ બે પિતરાઈનો આપઘાત

વારંવાર બધાની વચ્ચે અપમાન થતા કનુભાઈએ 25મી ફેબ્રુઆરીના દિવસે મોડી રાત્રે સુસાઇડ નોટ લખીને નારોલ-નરોડા હાઇવેની સામે એક્સપ્રેસ હાઇવેના ઝીરો પોઈન્ટ બગીચામાં ગયા હતા. અહીં તેમણે તેમના હાથ-પગ અને ગળાના ડાબી બાજુના ભાગે બ્લેડના ઘા મારી દીધા હતા અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અહીં લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ જતાં તેઓને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:March 09, 2021, 10:11 am

ટૉપ ન્યૂઝ