એલિસબ્રિજ પોલીસની બેદરકારીનો વધુ એક કિસ્સો, અન્ય પોલીસે ચોર પકડતા 20 દિવસે ગુનો નોંધ્યો


Updated: August 10, 2020, 7:46 AM IST
એલિસબ્રિજ પોલીસની બેદરકારીનો વધુ એક કિસ્સો, અન્ય પોલીસે ચોર પકડતા 20 દિવસે ગુનો નોંધ્યો
બાવળા પોલીસે બાઇક સાથે આરોપી પકડતા હવે એલિસબ્રિજ પોલીસે 20 દિવસ બાદ ગુનો નોંધવાની તસ્દી લીધી છે.

બાવળા પોલીસે બાઇક સાથે આરોપી પકડતા હવે એલિસબ્રિજ પોલીસે 20 દિવસ બાદ ગુનો નોંધવાની તસ્દી લીધી છે.

  • Share this:
અમદાવાદ: આમ તો શહેર પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ વડાએ પ્રજાની તાત્કાલિક ફરિયાદ નોંધવા અગાઉ મૌખિક આદેશ કર્યા જ હતા. પણ અમુક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તેવું રીતસર જોવા મળ્યું છે. વાત અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની લાલીયાવાડીની છે. થોડા સમય પહેલા ત્યાંના જ કોન્સ્ટેબલનું પોલીસ સ્ટેશનની સામેથી જ બાઇક ચોરાયું, પણ આબરૂના ધજાગરા ઉડતા મોડી ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચા ચાલી હતી. અને હજુ તેમાં તો આરોપીને પોલીસ પકડી શકી નથી, ત્યાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે. ફરી એક વખત એલિસબ્રિજ પોલીસની આળસ અને બેદરકારી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિનું બાઇક આજ પોલીસ સ્ટેશનની સામેથી ચોરી થયું હતું. બાવળા પોલીસે બાઇક સાથે આરોપી પકડતા હવે એલિસબ્રિજ પોલીસે 20 દિવસ બાદ ગુનો નોંધવાની તસ્દી લીધી છે. પોલીસની અવારનવારની આ પ્રકારની કામગીરી સામે આવતા સ્થાનિક અધિકારીઓ પર કોઈ વ્યક્તિના ચાર હાથ હોય તેમ બિન્દાસ્ત જોવા મળી રહ્યા છે પણ તેઓને પ્રજાની સમસ્યાની ગંભીરતા નથી કે કેમ તે સવાલ થાય છે.

શહેરના રખિયાલ ખાતે રહેતા નિલેશભાઈ પરમાર પંચવટી ખાતે એક ફાયનાન્સ કંપનીની ઓફિસમાં કામ કરે છે. ગત. 21મી જુલાઈના રોજ તેઓ ઓફિસે હતા. ત્યારે કોઈ કસ્ટમરે આવીને સ્ટાફના લોકો સાથે ઘર્ષણ કરતા સ્ટાફના લોકો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા. ત્યારે ત્યાં નિલેશભાઈ પણ પહોંચ્યા હતા. કામ પતાવીને સાંજે છએક વાગ્યે ત્યાંથી પોલીસ સ્ટેશનની સામે મુકેલું બાઇક લેવા જતા બાઇક જણાયું ન હતું. જેથી શોધખોળ કરી પણ તેમ છતાંય મળી આવ્યું ન હતું. આખરે પોલીસને જાણ કરી પણ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો ન હતો.

બાદમાં તેઓને બાવળા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તેમનું બાઇક મળી આવ્યું છે અને ચોરી કરનાર ધોળકાના દિપક રાવળ અને બાવળા ના સિદ્ધરાજસિંહ રાઠોડ નામના ચોરની પણ ધરપકડ કરી છે. આ બને ચોરોએ ડુપ્લીકેટ ચાવીથી આ બાઇક ચોરી કર્યું હતું. બાવળા પોલીસે આરોપી અને મુદ્દામાલ શોધી આપતા એલિસબ્રિજ પોલીસને બધું બેઠું જ મળી ગયું હતું અને એટલે જ બાદમાં નિલેશ ભાઈની ફરિયાદ લીધી હોવાનું મનાય રહ્યું છે. આટલું જ નહીં ફરિયાદમાં પોલીસ વાંકમાં ન આવે એટલે ફરિયાદી ના માથે ઠીકરું ફોડી તેઓ જાત તપાસ કરતા હોવાથી ફરિયાદ મોડી નોંધાઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે હકીકત કઈ અલગ જ સામે આવી છે કારણકે અગાઉ આ જ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને પણ તેમના જ અધિકારીનો કડવો અનુભવ થયો હતો.

આ પણ વાંચો - અમદાવાદઃ છૂટાછેડા બાદ બહેન ફરીથી દેહવેપાર કરશે, બે સગા ભાઈઓએ બહેનની હત્યા કરી લૂંટ ચલાવી

આ પણ જુઓ - 
એક બાદ એક એલિસબ્રિજ પોલીસસ્ટેશનની સામેથી વાહન ચોરી થતા હજુય સ્થાનિક પોલીસના પેટનું પાણી હાલ્યું નથી. કોન્સ્ટેબલનું બાઇક ચોરનારા પણ ચોરને હજુ પોલીસ પકડી ન શકતા સ્થાનિક પોલીસ પાંગળી સાબિત થઈ છે.

આ પણ વાંચો - સુરેન્દ્રનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત: ટ્રક પલટી - કારનો કચ્ચરઘાણ, એકનું મોત - પાંચ ઘાયલ
Published by: Kaushal Pancholi
First published: August 10, 2020, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading