ઓછા વરસાદવાળા વિસ્તારોમાં બે કલાક વધુ વીજળી અપાશેઃ સૌરભ પટેલ

News18 Gujarati
Updated: July 25, 2019, 7:47 PM IST
ઓછા વરસાદવાળા વિસ્તારોમાં  બે કલાક વધુ વીજળી અપાશેઃ સૌરભ પટેલ
ઉર્જામંત્રી સૌરભ પટેલની તસવીર

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે વિધાનસભા ગૃહ ખાતે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજયના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વધુ બે કલાક માટે કૃષિલક્ષી વીજ પુરવઠો પુરો પડાશે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. જ્યારે અમુક એવા વિસ્તારો છે જ્યાં હજી સુધી વરસાદ પડ્યો નથી. જેના કારણે આ વિસ્તારોના ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. જોકે, સરકારના ઉર્જા મંત્રીએ આજે જ્યાં વરસાદ પડ્યો નથી એ વિસ્તારના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આવા વિસ્તારોમાં બે કલાક વધારે વિજળી આપવનો નિર્ણય કર્યો છે. જોકે, નીતિન પટેલે જણાવ્યું હતું કે, બે કલાક વીજળી વધારે આપવાથી રાજ્ય સરકાર પર 500 કરોડનો બોજો પડશે.

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે વિધાનસભા ગૃહ ખાતે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજયના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વધુ બે કલાક માટે કૃષિલક્ષી વીજ પુરવઠો પુરો પડાશે.

તેમણે ઉમેર્યુ કે, રાજયના વિવિધ વિસ્તારોમાં જુદો જુદો વરસાદ થયો છે ત્યારે જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

જરૂરિયાત વાળા વિસ્તારોમાં જરૂર પડશે ત્યાં સુધી ખેડુતોને હાલ જે વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે એમાં આ બે કલાક નો વધારો કરાયો છે.

આ વધારાનો વીજ પુરવઠો ખેડૂતોને આપવા માટે રૂપિયા ૩૦૦ થી ૫૦૦ કરોડની સબસીડી રાજય સરકાર ખેડૂતો વતી ભોગવશે તેમ તેમણે ઉમેર્યું હતું
First published: July 25, 2019, 7:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading