"વિકાસ", "નીચ', "લહુ પુરુષ", "ઘાંચી": ચૂંટણીલક્ષી સૂત્રોમાં અટવાયું 'ગુજરાત' !

Margi | News18 Gujarati
Updated: December 13, 2017, 7:59 PM IST
ગુજરાતમાં 2002 થી જે-જે ચૂંટણીઓ લડાઈ તેમાં "ચૂંટણી સૂત્રો" એ ભારે જમાવટ રહી છે

ગુજરાતમાં 2002 થી જે-જે ચૂંટણીઓ લડાઈ તેમાં "ચૂંટણી સૂત્રો" એ ભારે જમાવટ રહી છે

  • Share this:
અમદાવાદ : ચૂંટણીના અંતિમ તબક્કામાં એટલે કે તારીખ 12 ડિસેમ્બરના રોજ ગુજરાતના સ્થાનિક અખબારોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની 100% મતદાન કરવા માટેની અપીલ અંગે છપાયેલી જાહેરખબર ગુજરાતી માણસના સ્વભાવથી જરા વિપરીત અને અરુચિકર લાગે તેવી હતી. બદલાની ભાવનાથી મતદાન કરો અને પ્રતિપક્ષને પાડી દેવાની વાત કરતી આ જાહેરાતની પાછળ વડાપ્રધાન મોદી માટે જે-તે સમયે અલગ-અલગ નેતાઓએ કરેલા નિવેદનોનું વર્ણન છે. જે શબ્દપ્રયોગો થયા છે તેમાં "નીચ", "અસત્યનો સૌદાગર", મૌતનો સૌદાગર", "ઝહેરની ખેતી", "તાનાશાહ", "ઘાંચી", "ભસ્માસુર" અને "લહુ પુરુષ" વગેરેનો સમાવેશ થાય છે.

આ નિવેદનોની પુનરુક્તિ કરી અને લોકોને બીજા તબક્કામાં ભાજપ તરફી 100 ટકા મતદાન ઉશ્કેરણીજનક અપીલ કરવામાં આવી છે. ગુજરાતી પ્રજા આ મુદ્દે કઈ રીતે વિચાર કરે છે એ તો એમની વિવકેબુદ્ધિ પર છોડીએ, પરંતુ એટલું તો ચોક્કસ છે કે ગુજરાતમાં 2002 થી જે-જે ચૂંટણીઓ લડાઈ તેમાં "ચૂંટણી સૂત્રો" એ ભારે જમાવટ રહી છે.

વર્ષ-2002 માં ગોધરાકાંડ બાદ આવેલી ચૂંટણી આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદના મુદ્દે લડાઈ હતી. હાલમાં જે "1+1 2 નહિ, 1 અને 1, 11" ની જે અપીલ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે; તે તત્કાલીન સમયે "'બારહ બજે કે પહેલે વોટ કરો, ઔર કોંગ્રેસ કે બારહ બજા દો' એવી અપીલ કરી કોંગ્રેસ ને હરાવવા લોકોને જણાવાયું હતું.

2007 ની ચૂંટણીમાં સોનિયા ગાંધી દ્વારા થયેલા નિવેદન "મૌત કે સૌદાગર"નો મામલો ભારે ચર્ચામાં હતો. એ વખતે ભાજપ દ્વારા "સબકા સાથ, સબકા વિકાસ" અને "જીતેગા ગુજરાત"નો રાગ આલાપવામાં આવ્યો હતો. 2012 ની વિધાનસભા ચૂંટણી વખતે "અચ્છે દિને", "ગુજરાત મોડેલ" અને "એકમત ગુજરાત" અંગે પ્રચાર-પ્રસાર થયો. જેની સામે કોંગ્રેસ દ્વારા "દિશા બદલીશું, દશા બદલીશું" અને "ચક દે ગુજરાત"ના સૂત્રો જારી થયા.

ભાજપના 'વિકાસ' મોડેલની સામે કોંગ્રેસ દ્વારા છેલ્લા પાંચ-છ મહિનાથી"વિકાસ ગાંડો થયો છે, રઘવાયો થયો છે"નું સૂત્ર અને અભિયાન સોશ્યિલ મીડિયા પર જે રીતે વાયરલ થયું, તેને ભાજપને દોડતું કરી દીધું ! આ ગાંડા વિકાસના સૂત્રની સામે ભાજપાએ હાર ન માની અને "હું છું વિકાસ, હું છું ગુજરાત" સૂત્રને વહેતુ કર્યું.

આ સૂત્રો ઓછા હોય તેમ બંને પક્ષોના દિગ્ગજ નેતાઓની જાહેરસભાઓમાં થતા હાકલા-પડકારાઓ, વચનોની ભરમાર અને આક્ષેપબાજીઓથી મતદાર બિચ્ચારો મૂંઝાઈ ગયો છે. જોકે ગુજરાતી મતદાતાને ઓછો આંકવાની જરૂર નથી એ એનું ધાર્યુંજ કરશે અને "ગુજરાતની અસ્મિતા" ને બખૂબી જાળવશે. 
First published: December 13, 2017, 7:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading