કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ પેટ્રોલ-ડીઝલમાં રૂ.10નો ઘટાડો, પાટીદારોને અનામત

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 4, 2017, 7:18 PM IST
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ પેટ્રોલ-ડીઝલમાં રૂ.10નો ઘટાડો, પાટીદારોને અનામત
ગુજરાત કોંગ્રેસ આજે તેમનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેર કરી હતી.

ગુજરાત કોંગ્રેસ આજે તેમનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેર કરી હતી.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ આજે તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેર કરી હતી. આ ઉપરાંત પાટીદારોને અનામત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મહિલાઓને ઘરનું ઘર અને પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં રૂ. 10નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને વિનામૂલ્યે પાણી અને 16 કલાક વીજળી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

કોંગ્રેસના મેનિફેસ્ટોની મુખ્ય જાહેરાતો

- ખેડૂતોને પોષણક્ષમ ટેકાના ભાવ વાવેતર પહેલાં જાહેર કરાશે

- ખેડૂતોનું દેવાં માફ કરવામાં આવશે
- ખેડૂતોને 16 કલાક વીજળી આપવામાં આવશે
- ખેડૂતોને ખેતી માટે વિના મૂલ્યે પાણી આપવામાં આવશે- યોગ્ય પાકવીમો આપવામાં આવશે
- કપાસ, મગફળી, બટાકાના પાક ઉત્પાદન ઉપર વિશેષ બોનસ અપાશે
- શેરડીની સહકારી મંડળીઓને સંરક્ષણ/ મજબૂત કરવામાં આવશે
- ખેડૂતો ઉપર વીજચોરીના કેસોની પુનઃસમીક્ષા કરાશે
- સરકાર બન્યાના 6 મહિનામાં જ કેસોનો નિકાલ કરવામાં આવશે
- જ્યાં કેનાલ નેટવર્ક નથી ત્યાં લીફ્ટ ઇરીગેશન કરવામાં આવશે
-નર્મદાના કમાન્ડ એરિયામાં બાકાત અમદાવાદ જિલ્લાના 32 ગામોની સમીક્ષા
- વીજળીના પડતર કનેક્સનોને લોન/સબસિડી અને પોષાય તેવા હપ્તા અપાશે
-જમીનની સેટેલાઇટ માપણી રદ કરી ચોક્સાઇ સાથે પુનઃ માપણી કરાશે
- ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાની નીતિ ઘડાશે
- 49% અનામતમાં ફેરફાર નહીં કરીએ
- સરકારી કર્મચારીઓની ઝડપથી ભરતી થશે
- વાવેતર પહેલા પાકના ટેકાના ભાવ જાહેર કરીશું
- આર્થિક પછાત અને સવર્ણ આયોગની રચના કરાશે
- ખેડૂતો પર વીજ ચોરી કેસોની પુનઃ સમિક્ષા કરાશે
- નોંધાયેલા બેરોજગારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે
- બેરોજગાર યુવકોને ભથ્થુ આપવામાં આવશે
- સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કેર કાર્ડ આપશે
- પેટ્રોલ-ડીઝલમાં રૂ. 10નો ઘટાડો કરીશું
- દરેક તાલુકા લેવલે ઓપરેશન થાય તેવી હોસ્પિટલ
- મહોલ્લા દવાખાના પુનઃ જીવિત કરાશે
- કામદારો માટે ડો. આંબેડકર યોજના લાભ
- સ્થાનિકો માટે રોજગારીનો કડક અમલ
- ઉત્પાદકો પાસેથી સીધી ખરીદીના નિયમો લાવીશું
- વીજળીના દરમાં 50 ટકા ઘટાડો કરીશું
- કામદારો માટે સમાન કામ સમાન વેતન
- GSTથી મુક્તિ સામે ધ્યાન આપીશું
- 25 લાખ આવાસોનું નિર્માણ કરીશું
- લેન્ડ પોલીસી કમિશનની રચના કરીશું
- કામદારો માટે ફાસ્ટટ્રેક કોર્ડની રચના

પાસના સુચનનોનો સમાવેશ

- અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી ઉપસ્થિત
- ચૂંટણી ઢંઢેરામાં 15 થી 20 હજાર સુચનો આવ્યા
- 23 થી 24 ચેપટરનો ચૂંટણી ઢંઢેરા રહેશે
- દરેક ચેપટરમાં ૩૦ મુદ્દો
- 1000 મુદ્દાનો કોંગ્રેસે સંકલ્પ પત્રમાં કર્યો સમાવેશ
-ચૂંટણી ઢંઢેરામાં તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રખાયા
- જીએસટી મુદ્દે વેપારીઓ દ્વારા કરાયેલા સૂચનો પણ સમાવેશ
First published: December 4, 2017, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading